નાગરિકતા સંશોધન બિલઃ ખોટું સાબિત કરી આપો, બિલ પાછું ખેંચી લઈશ- અમિત શાહ

આ બિલ અંગે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે(Amit Shah) વિરોધ પક્ષના આરોપોને ફગાવી દેતા જણાવ્યું કે, "હું વિશ્વાસ અપાવું છું કે, આ બિલ(Bill) ભારતીય બંધારણની કોઈ પણ અનુચ્છેદનું ઉલ્લંઘન કરતું નથી અને કોઈ પણ નાગરિકને તેના અધિકારોથી વંચિત કરવામાં નહીં આવે."
 

નાગરિકતા સંશોધન બિલઃ ખોટું સાબિત કરી આપો, બિલ પાછું ખેંચી લઈશ- અમિત શાહ

નવી દિલ્હીઃ કેન્દ્ર સરકારે સોમવારે લોકસભામાં નાગરિકતા (સંશોધન) બિલ-2019 (Citizenship Amendment Bill-2019) રજુ કર્યું હતું. વિરોધ પક્ષો દ્વારા તેને મુળભૂત રીતે ગેરબંધારણિય જણાવ્યું અને ભારતીય બંધારણના અનુચ્છેદ-14નું ઉલ્લંઘન જણાવતા આ બિલ(Bill) બાબતે સખત વાંધો ઉઠાવ્યો હતો. નિચલા ગૃહમાં આ બિલની તરફેણમાં 293, જ્યારે વિરોધમાં 82 મત પડ્યા હતા. 

આ બિલ અંગે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે(Amit Shah) વિરોધ પક્ષના આરોપોને ફગાવી દેતા જણાવ્યું કે, "હું વિશ્વાસ અપાવું છું કે, આ બિલ(Bill) ભારતીય બંધારણની કોઈ પણ અનુચ્છેદનું ઉલ્લંઘન કરતું નથી અને કોઈ પણ નાગરિકને તેના અધિકારોથી વંચિત કરવામાં નહીં આવે."

બીજી વખત શરૂ થયેલી ચર્ચામાં વિરોધ પક્ષના સવાલોનો જવાબ આપતા અમિત શાહે(Amit Shah) કહ્યું કે, "હું ફરીથી સ્પષ્ટ કરવા માગું છું કે કોઈની સાથે અન્યાય નહીં થાય. થશે તો ન્યાય જ થશે. જો તમે આ બિલને ખોટું સાબિત કરી આપશો તો હું તેને પાછું ખેંચી લઈશ. રાજકીય એજન્ડા શું હોય છે? દરેક પાર્ટી ચૂંટણીમાં ઘોષણાપત્ર બહાર પાડે છે. આ એક બંધારણિય પ્રક્રિયા છે. મારું માનવું છે કે, પાર્ટીની વિચારધારા અને ઘોષણાપત્રના આધારે ચૂંટણી લડવી જોઈએ. આ ઘોષણાપત્ર દેશની પ્રજાની લાગણીઓનું પ્રતિનિધિ હોય છે. 2014 અને 2019 બંને ઘોષણાપત્રમાં અમે કહ્યું હતું કે, અમે પડોશી દેશોના સ્થળાંતરિત કરીને આવેલા લઘુમતિ સમુદાયના લોકોને નાગરિકત્વ નહીં આપીએ."

અમિત શાહે જણાવ્યું કે, હું તમારા મોઢે વારંવાર સાંભળું છું કે, લઘુમતિઓને વિશેષ સુવિધા મળવી જોઈએ. તો શું બાંગ્લાદેશ, પાકિસ્તાન અને અફઘાનિસ્તાનના લઘુમતિઓને સુવિધા ન મળવી જોઈએ. અમે એ પણ કહ્યું હતું કે, પૂર્વત્તરના લોકોની ભાષા, સંસ્કૃતિને બચાવવાનું પણ કામ કરીશું. લાખો-કરોડો લોકો દેશ છોડીને અહીં આવ્યા છે. કોઈ પોતાનું વતન છોડતું નથી. આટલા વર્ષોથી તેમને વોટ, આરોગ્ય, શિક્ષણનો અધિકાર મળ્યો નથી. તેઓ નર્કનું જીવન જીવી રહ્યા છે. 

અમિત શાહે જણાવ્યું કે, મેં 119 કલાક સુધી કોંગ્રેસ અને અન્ય સમિતિઓ સાથે ચર્ચા કર્યા પછી તેમના સુચનોના આધારે આ બિલ તૈયાર કર્યું છે. આજે ત્રણ દેશના હિન્દુ, શિખ, બૌદ્ધ, જૈન, ખ્રિસ્તી અને પારસી લઘુમતિઓને નાગરિકતા આપવાનો માર્ગ ખુલી રહ્યો છે. મારી જવાબદારી છે કે હું વિરોધ પક્ષના તમામ સાંસદોના સવાલોનો જવાબ આપું. જે લઘુમતિ અહીં આવ્યા છે, તેમને માત્ર એક અરજી કરવાથી ભારતની નાગરિક્તા મલશે. બંગાળ, પૂર્વત્તર રાજ્યોમાં જે લઘુમતિ છે, તેમને હું દેશના ગૃહમંત્રી હોવાના ધોરણે જણાવું છું કે, જો તમારી પાસે રેશનકાર્ડ હોય કે ન હોય, તેમ છતાં હું નાગરિક્તા આપીશ. 

કોંગ્રેસ વિધાનસભા કૂચનો કાર્યક્રમ નિષ્ફળ થવા મુદ્દે અમિત ચાવડાનું નિવેદન.. જુઓ વીડિયો...

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news