UP- બિહારમાં આસમાની આફતના 3 મહિનામાં 347 લોકોનાં મોત નિપજ્યાં, સરકાર પરેશાન
બિહાર (Bihar) માં ગત્ત 10 દિવસમાં આકાશી આફતના કારણે 147 લોકોનાં મોત નિપજ્યાં છે. ચોમાસાની સિઝન દરમિયાન પડતી વિજળી (Lightning) ના કારણે 147 લોકોના મોત નિપજ્યાં છે અને ચોમાસુ પુર્ણ થતા સુધીમાં આ આંકડો હજી પણ વધી શકે છે. વારંવાર થનારી આ પ્રાકૃતિક ઘટનાએ અનેક સવાલો પેદા કર્યા છે. સૌથી પહેલો સવાલ એ કે આવું શા માટે થઇ રહ્યું છે ?
પટના : બિહાર (Bihar) માં ગત્ત 10 દિવસમાં આકાશી આફતના કારણે 147 લોકોનાં મોત નિપજ્યાં છે. ચોમાસાની સિઝન દરમિયાન પડતી વિજળી (Lightning) ના કારણે 147 લોકોના મોત નિપજ્યાં છે અને ચોમાસુ પુર્ણ થતા સુધીમાં આ આંકડો હજી પણ વધી શકે છે. વારંવાર થનારી આ પ્રાકૃતિક ઘટનાએ અનેક સવાલો પેદા કર્યા છે. સૌથી પહેલો સવાલ એ કે આવું શા માટે થઇ રહ્યું છે ?
અમેરિકા રવાના થશે AIR INDIA ની 36 ફ્લાઇટ, આજથી શરૂ થઇ રહ્યું છે બુકિંગ
આ વર્ષે માર્ચ મહિનાથી અત્યાર સુધી રાજ્યમાં કુલ 215 લોકોનાં મોત વિજળી પડવાનાં કારણે થયા છે. જેમાં મોટ ભાગે ખેતમજુર અને ઢોર ચરાવતા લોકોનો સમાવેથ થાય યછે. બિહારનાં આપદા પ્રબંધન મંત્રી લક્ષ્મેશ્વર રાયે (Lakshmeshwar Rai) જણાવ્યું કે, મને હવામાન નિષ્ણાંતો, વૈજ્ઞાનિકો અને અધિકારીઓએ જણાવ્યું કે, ગ્લોબલ વોર્મિંગનાં કારણે તાપમાન વધી રહ્યું છે અને તેનાં જ કારણે આકાશમાંથી વિજળી પડવાની ઘટનાઓ બની રહી છે.
#ZeeNewsWorldExclusive: LAC પર આગળ વધી રહી છે ભારતીય સેના, પાછુ હટી રહ્યું છે ચીન
આ વર્ષ તમામ રેકોર્ડ તુટ્યાં
શનિવારે (4જુલાઇ) 25 લોકોના મોત વિજળી પડવાના કારણે થયા હતા. બીજી તરફ ભારતીય હવામાન વિભાગનું (Indian Meteorological Department) કહેવું છે કે, આગામી 48 કલાકમાં વિજળી પડે તેની આશંકા વધારે છે. ચોમાસામાં જુનથી સપ્ટેમ્બર દરમિયાન આકાશી આફતની ઘટના સામાન્ય છે. જો કે અધિકારીઓનું કહેવું છે કે, આ વખતે સ્થિતી ખુબ જ ખતરનાક છે. આ વર્ષે વિજળી પડવાનાં કારણે થયેલા મોતનો આંકડો ગત્ત અનેક વર્ષોની તુલનાએ ખુબ જ મોટી છે. જ્યારે ચોમાસુ હજી શરૂ જ થયું છે.
હિમાચલ પ્રદેશે રચ્યો ઇતિહાસ! આ સફળતા પ્રાપ્ત કરનારુ દેશનું પ્રથમ રાજ્ય બન્યું
આ છે મુખ્યકારણ
ગત્ત વર્ષની વાત કરીએ તો ગત્ત વર્ષે 170 લોકોનાં મોત વિજળી પડવાનાં કારણે થયા હતા. જ્યારે બિહારનાં ખેતી વિજ્ઞાની અબ્દુલ સતારે કહ્યું વિજળી અને કડાકા ભડાકાનું મુખ્ય કારણ વાયુમંડળમાં થઇ રહેલી અસ્થિરતા, તાપમાનમાં વૃદ્ધી અને વધારે ભેજ છે.
ભારત સરકારની ઇચ્છા શક્તિ, NSA અજીત ડોભાલની મંત્રણાને અંતે ચીને નમનું પડ્યું
પાડોશી રાજ્ય યુપીમાં પણ 50થી વધારે લોકોનાં મોત
બિહાર સરકારે વિજળી પડવાની ભવિષ્યવાણી માટે એક મોબાઇલ એપ લોન્ચ કર્યું છે. જો કે સમસ્યા છે કે, મોટા ભાગનાં ગરીબ ખેડુતો પાસે સ્માર્ટ ફોન નથી. એવામાં તેઓ એપનો ઉપયોગ કઇ રીતે કરે. આ એક મોટો અને મહત્વનો સવાલ છે. અહીં વિજળીનાં કારણે અત્યાર સુધીમાં 200 લોકોનાં મોત થઇ ચુક્યા છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube