ચોંકાવનારો અહેવાલ: અત્યારથી નહી વિચારીએ તો 2050 સુધીમાં ખાવાના પણ ફાંફા પડશે !
ગ્લોબલ વોર્મિંગની સીધી જ અસર પાક અને પીવાના પાણી પર પડશે, જેના કારણે તમામ ખેત ઉત્પાદનોમાં મોટો ઘટાડો નોંધાશે
નવી દિલ્હી : ગ્લોબલ વોર્મિંગ મુદ્દે ભારત જો આજે સજાગ નહી થાય તો આગામી સમય મોંઘો સાબિત થઇ શકે છે. ભારત 2050 સુધીમાં ફળ- શાકભાજી ઉપરાંત દુધ માટે પણ વલખા મારશે. આ વાત પર્યાવરણ, વન અને ગ્લોબલ વોર્મિંગ મંત્રાલયનાં અહેવાલમાં સામે આવી છે. તેને ભાજપ સાંસદ મુરલી મનોહર જોશીની અધ્યક્ષતાવાળી સમિતીએ સંસદમાં રજુ કરી હતી. આ રિપોર્ટમાં અન્ય કેટલાક ચોંકાવનારા ખુલાસા પણ કરવામાં આવ્યા હતા.
યોગી સરકારની નિરાશ્રીતોને પણ પેન્શનની જાહેરાત, અખિલેશે કર્યો વિચિત્ર વ્યંગ
રિપોર્ટમાં ઉલ્લેખ કરવામાં આવ્યો કે, દુધના ઉત્પાદન મુદ્દે જો હજી નહી વિચારીએ તો તેની અસર 2020માં જોવા મળશે. દુધના ઉત્પાદનમાં 1.6 મેટ્રિક ટનનો ઘટાડો આવી શકે છે. આ ઉપરાંત ચોખા સહિત અનેક પાકના ઉત્પાદનમાં ઘટાડો અને ખેડૂતોની આજીવિકા પર તેની અસર જોવા મળશે.
કાશ્મીરમાં બરફવર્ષા વચ્ચે આતંકવાદીઓ અને સુરક્ષાદળો વચ્ચે ઘર્ષણ, 3 આતંકી ઠાર
તાપમાન વધવાનાં કારણે ચોખાનું ઉત્પાદન ઘટશે...
ગ્લોબલ વોર્મિંગની સીધી અસર પાક પર જોવા મળશે. 2020 સુધીમાં ચોખાના ઉત્પાદનમાં 4થી6 ટકા, બટેકામાં 11 ટકા, મકાઇમાં 18, સરસોમાં 2 ટકા સુધીનો ઘટાડો થઇ શકે છે. બીજી તરફ સૌથી ખરાબ અસર ઘઉની ઉપજ પર થશે. અનુમાન છે કે ઘઉની ઉપજ 60 લાખ ટન જેટલી ઘટી જશે.
હરિયાણા, ઝારખંડ અને મહારાષ્ટ્રમાં લોકસભાની સાથે જ યોજાશે વિધાનસભા ચૂંટણી
કયા રાજ્યોમાં ઘટશે દુધનું ઉત્પાદન
રિપોર્ટ અનુસાર દુધના ઉત્પાદનમાં સૌથી વધારે ઘટાડો ઉત્તરપ્રદેશ, તમિલનાડુ, રાજસ્થાન અને પશ્ચિમ બંગાળમાં જોવા મળશે. ગ્લોબલ વોર્મિંગના કારણે આ રાજ્યોમાં ગરમી ઝડપથી વધશે. તેના કારણે પાણીની અછત સર્જાશે. જેની સીધી જ અસર ખેતી અને પશુપાલન જેવા ઉદ્યોગો પર પડશે.
ઘરમાં ઘુસીને તલવારથી કાપી નાખ્યા યુવતીના બંન્ને હાથ, માં-બાપ પર પણ હુમલો
સુકાઇ જશે સફરજનનાં બગીચા
સફરજનનાં બગીચા પર પણ ગ્લોબલ વોર્મિંગની ખરાબ અસર પડશે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું કે, સફરજનની ખેતી સમુદ્ર તટથી 2500 ફુટની ઉંચાઇ પર કરવી પડશે. કારણ કે હાલ ખેતી 1230 મીટર ઉંચાઇ પર થાય છે. આગામી સમયમાં તે ગરમી વધવાનાં કારણે સફરજનનાં બાગ સુકાઇ જશે અને ખેતી ઉંચાઇવાળા સ્થળો પર લઇ જવી પડશે.
કોલેજ અને યુનિવર્સિટીઝમાં નહી લાગુ પડે આર્થિક અનામત: UGCની સ્પષ્ટતા
કપાસનું ઉત્પાદન ક્યાંય વધશે તો ક્યાંય ઘટશે.
ઉત્તર ભારતમાં ગ્લોબલ વોર્મિંગના કારણે કપાસ ઉત્પાદન ઘટવા અને મધ્ય અને દક્ષિણ ભારતમાં વધારો થવાની શક્યતા છે. પશ્ચિમી કિનારાના ક્ષેત્રો કેરળ, તમિલનાડુ, કર્ણાટક અને મહારાષ્ટ્ર તતા પુર્વોતર રાજ્યો ઉપરાંત અંદમાન-નિકોબાર અને લક્ષદ્વીપમાં નારિયેળનાં ઉત્પાદનમાં વધારો થવાની શક્યતા છે.