નવી દિલ્હીઃ ભારતીય તબીબી સંશોધન પરિષદ  (ICMR)એ આજે દેશને બે મોટા સારા સમાચાર આપ્યા છે. તેણે જણાવ્યું કે, કોવિડ-19 માટે બે દેસી વેક્સિનની ટ્રાયલ સતત આગળ વધી રહી છ અને તે ઉંદર અને સસલા પર તેની ટોક્સિસિટી સ્ટડીમાં સફળ રહી છે. આઈસીએમઆરના ડાયરેક્ટર જનરલ ડો. બલરામ ભાર્ગવે કોરોના પર પ્રેસ બ્રીફિંગ દરમિયાન જણાવ્યું કે, અભ્યાસના આંકડા દેશના ડ્રગ કંટ્રોલર જનરલ (DGCI)ની પાસે મોકલવામાં આવ્યા છે જ્યાંથી બંન્ને વેક્સિનની વ્યક્તિઓ પર ટ્રાયલની મંજુરી મળી ગઈ છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ચાલી રહ્યાં છે પ્રારંભિક તબક્કામાં મનુષ્યો પર પરીક્ષણ
તેમણે કહ્યુ, આ મહિને અમને મનુષ્યો પર પ્રાથમિક તબક્કાના પરીક્ષણની મંજૂરી મળી ગઈ છે. બંન્ને રસી માટે પરીક્ષણની તૈયારી થઈ ચુકી છે અને બંન્ને માટે આશરે 1-1 હજાર લોકો પર તેની ક્લિનિકલ સ્ટડી પણ થઈ રહી છે. ભાર્ગવે વધુ એક મોટી વાત કહી કે વિશ્વમાં ઉપયોગ થતી 60 ટકા વેક્સીન ભારતમાં બને છે. આ વિશ્વના બધા દેશને ખ્યાલ છે, તેથી બધા ભારતના સંપર્કમાં છે. 


દેશમાં માત્ર 10 રાજ્યો સુધી સીમિત છે 86% કોરોના કેસ, નવા કેસ-મૃત્યુ અને રિકવરી રેટને લઈને ખુશખબર


રૂસ, ચીન, અમેરિકાએ ઝડપી બનાવી રસી શોધવાની પ્રક્રિયા
ભાર્ગવે કહ્યુ કે, રૂસે પણ વેક્સિન શોધવાની પ્રક્રિયા ઝડપી બનાવી છે અને તેને પ્રારંભિક તબક્કામાં સફળતા પણ મળી છે. રૂસે રસી વિકસિત કરવામાં ઝડપ લાવી છે. સાથે ચીન પણ વેક્સિન શોધવામાં જોર-શોરથી લાગેલુ છે. ત્યાં વેક્સીન પર મોટા પાયે અભ્યાસ કરવામાં આવી રહ્યો છે. તેમણે કહ્યું કે, અમેરિકામાં પણ બે વેક્સીન પર ઝડપથી કામ થઈ રહ્યું છે. તેમણે કહ્યુ, આજે તમે વાંચ્યુ હશે કે અમેરિકાએ પોતાની બે વેક્સિન કેન્ડિડેટ્સને ફાસ્ટટ્રેક કરી દીધી છે. ઈંગ્લેન્ડ પણ ઓક્સફર્ડ યુનિવર્સિટીના વેક્સીન કેન્ડિડેટ પર ઝડપથી કામ વધારવા તરફ છે. તે તેને મનુષ્યો પર ઉપયોગને લાયક બનાવવાને લઈને તત્પર છે. 


જુઓ LIVE TV


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube