ચારેતરફથી કોરોનાના ટેન્શનવાળા માહોલ વચ્ચે દિલ્હીથી આવ્યા રાહતના સમાચાર
કોરોના વાયરસ (Corona virus) ના ખૌફ વચ્ચે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે એક રાહતના સમાચાર આપ્યા છે. મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે કહ્યું કે, દિલ્હીમાં હાલત હાલ નિયંત્રણમાં છે. તેમણે કહ્યું કે, એક દિવસમાં માત્ર એક જ કેસ વધ્યો છે.
ઝી મીડિયા/બ્યૂરો :કોરોના વાયરસ (Corona virus) ના ખૌફ વચ્ચે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે એક રાહતના સમાચાર આપ્યા છે. મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે કહ્યું કે, દિલ્હીમાં હાલત હાલ નિયંત્રણમાં છે. તેમણે કહ્યું કે, એક દિવસમાં માત્ર એક જ કેસ વધ્યો છે.
સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા આ 7 સમાચાર-Photos છે સાવ ખોટા
કેજરીવાલે કહ્યું કે, દિલ્હીમાં હાલ કોરોનાના 36 પોઝીટિવ કેસ છે. જેમાંથી 26 વિદેશથી આવેલા છે. મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે કહ્યું કે, જેટલી પણ જરૂરી સુવિધાઓ આપનારા લોકો છે, તેઓ 1031 નંબર પર ફોન કરીને પોતાનો ઈ-પાસ લઈ શકે છે. જે ફેક્ટરીવાળાઓને પોતાના કર્મચારીઓ માટે પાસ જોઈએ છે, તેઓ પણ આ પ્રોસેસમાંથી મદદ મેળવી શકે છે.
મુખ્યમંત્રીએ કહ્યુ કે, SDM અને ACP એ નક્કી કરી લે કે, શાકભાજી દૂધ, રાશન જેવી જરૂરી સુવિધાઓની જ દુકાન ખૂલે અને તે દુકાનો પર પણ સામાન મળે.
અમદાવાદ - AMCએ જીવન જરૂરિયાતની વસ્તુઓ લોકોના ઘરે પહોંચાડી
કેજરીવાલે તમામ લોકોને ઘરમાં રહેવાની અપીલ કરતા કહ્યું કે, જે લોકો પોતાના ઘરોમાં નથી રહ્યાં તે લોકોને હાથ જોડીને મારી પ્રાર્થના છે કે, તેઓ પોતાના ઘરમાં જ રહે. જ્યાં સુધી બહાર નીકળવું બહુ જ જરૂરી ન હોય તો ન નીકળો. નહિ તો કેટલાક લોકોની ભૂલનું પરિણામ આખા દેશને ભોગવવું પડશે.
મોહલ્લા ક્લીનિકના એક ડોક્ટરે કોરોના સંક્રમિત થવા પર મુખ્યમંત્રીને કહ્યું કે, આ એક દુખદ સમાચાર છે કે એક ડોક્ટર, તેમની પત્ની અને દીકરી કોરોના પોઝિટીવ બન્યા છે. પરંતુ તેમણે એ સ્પષ્ટ કર્યું કે, મોહલ્લા ક્લિનિક બંધ નહિ થાય. કેજરીવાલે કહ્યું કે, અમે ડોક્ટરોની પૂરતી સુરક્ષા નક્કી કરીશઉં, તેમના ટેસ્ટ પણ નિયમિત સમયે કરાવતા રહીશું.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર