નવી દિલ્હી: દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ (Arvind Kejriwal) નો આજે કોરોના વાયરસ (Covid 19 test) નો ટેસ્ટ થયો. અરવિંદ કેજરીવાલને ગળામાં ખારાશ અને તાવની ફરિયાદ હતી. તેમણે રવિવાર બપોરથી પોતાની જાતને આઈસોલેટ કરી હતી. કેજરીવાલના રિપોર્ટની રાહ જોવાઈ રહી છે. 51 વર્ષના કેજરીવાલની રવિવારે બપોરની દિલ્હી કેબિનેટની બેઠક બાદ તબીયત ખરાબ થઈ હતી. ત્યારબાદ તેમણે તમામ અધિકૃત કાર્યક્રમો રદ કર્યા હતાં. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અત્રે જણાવવાનું કે મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને ડાયાબિટિસ પણ છે આથી ખાસ સાવધાની વર્તવામાં આવી રહી છે. જોખમ એટલા માટે પણ વધુ છે કારણ કે દિલ્હી સચિવાલયમાં પણ અત્યાર સુધીમાં કોરોનાના કેસ સામે આવી ચૂક્યા છે. ડીડીએમએ, સ્વાસ્થ્ય વિભાગ અને જનરલ એડમિનિસ્ટ્રેશન ડિપાર્ટમેન્ટના અધિકારોમાં કોરોના જોવા મળ્યો છે. 


ગઈ કાલે દિલ્હી ભાજપના અધ્યક્ષ આદેશ ગુપ્તાએ ફોન કરીને કેજરીવાલના હાલચાલ જાણ્યા હતાં. પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજી અને કુમાર વિશ્વાસે પણ કેજરીવાલના જલદી સાજા થવાની કામના કરી. 


જુઓ LIVE TV


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube