હાવેરીઃ કર્ણાટક (Karnataka) ના મુખ્યમંત્રી બસવરાજ બોમ્મઈએ (Basavaraj Bommai) હાવેરી જિલ્લામાં પોતાના વિધાનસભા ક્ષેત્ર શિગ્ગાંવના લોકોને ભાવુક રૂપથી સંબોધિત કરતા કહ્યુ કે, પદ અને પ્રતિષ્ઠા સહિત વિશ્વમાં કંઈ પણ સ્થાયી નથી. આ નિવેદન બાદ તેમને પદ પરથી હટાવવાની સંભાવનાને લઈને અટકળો શરૂ થઈ છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

દુનિયામાં કંઈ સ્થાયી નહીં
તેમણે કહ્યું- આ દુનિયામાં કંઈ સ્થાયી નથી. આ જીવન પણ હંમેશા માટે નથી. અમે નથી જાણતા કે અમે આવી સ્થિતિમાં અહીં ક્યાં સુધી રહીશું, આ પદ અને પ્રતિષ્ઠા હંમેશા માટે નથી. હું દરેક ક્ષણે આ તથ્યને જાણુ છું. 


પોતાના મતક્ષેત્રમાં ભાવુક થયા સીએમ
પોતાના મતક્ષેત્રના લોકો પ્રત્યે આભાર પ્રગટ કરતા બોમ્મઈએ કહ્યુ કે, તેમના માટે મુખ્યમંત્રી નહીં, પરંતુ બસવરાજ છે. તે બેલગાવી જિલ્લાના કિટ્ટૂરમાં 19મી સદીની કિટ્ટૂરના રાણી મહારાણી ચેનમ્માની પ્રતિમાનું ઉદ્ઘાટન કર્યા બાદ લોકોને સંબોધિત કરી રહ્યાં હતા. રાણી ચેન્નમાએ બ્રિટિશો વિરુદ્ધ લડાઈ લડી હતી.


આ પણ વાંચોઃ મહારાષ્ટ્રમાં ઓમિક્રોનના નવા 6 કેસ મળ્યા, દેશમાં કુલ સંક્રમિતો 150ને પાર  


બસવરાજ સ્થાયી... પદ નહીં
બોમ્મઈએ કહ્યુ- હું હંમેશા કહેતો રહ્યું છે કે આ સ્થાન (શિગ્ગાંવ) ની બહાર હું ભૂતકાળમાં ગૃહમંત્રી અને સિંચાઈ મંત્રી હતો, પરંતુ હું જ્યારે એકવાર અહીં આવી ગયો તો તમારા બધા માટે બસવરાજ રહ્યો. તેમણે કહ્યું- આજે મુખ્યમંત્રી તરીકે કહી રહ્યો છું કે જ્યારે હું શિગ્ગાંવ આવી ગયો, ત્યારે ભલે બહાર હું મુખ્યમંત્રી રહુ, પરંતુ તમારી વચ્ચે હું બસવરાજ છું, કારણ કે બસવરાજ નામ સ્થાયી છે, પદ સ્થાયી નથી. 


મુખ્યમંત્રી બદલવાની અટકળો
હકીકતમાં કેટલાક વર્ગોમાં એવી અટકળો છે કે બોમ્મઈને પદ પરથી ગટાવવામાં આવી શકે છે. મુખ્યમંત્રી કથિત રૂપથી ઘુટણ સંબંધિત સમસ્યાનો સામનો કરી રહ્યાં છે અને તેમની વિદેશમાં સારવાર થઈ શકે છે. પરંતુ આ સંબંધમાં હજુ કોઈ સત્તાવાર નિવેદન સામે આવ્યું નથી. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube