CM Hemant Soren નું વિવાદિત નિવેદન, કહ્યું- આદિવાસી હિન્દુ નથી
ઝારખંડ (Jharkhand) ના મુખ્યમંત્રી હેમંત સોરેને (Hemant Soren) એક એવો દાવો કર્યો કે જેના પર વિવાદ ખડો થઈ શકે છે.
રાંચી: ઝારખંડ (Jharkhand) ના મુખ્યમંત્રી હેમંત સોરેને (Hemant Soren) એક એવો દાવો કર્યો કે જેના પર વિવાદ ખડો થઈ શકે છે. તેમણે કહ્યું કે આદિવાસી (Tribal) હિન્દુ નથી. સોરેને શનિવારે મોડી રાતે હાર્વર્ડ ઈન્ડિયા કોન્ફરન્સને વર્ચ્યુઅલ માધ્યમથી સંબોધિત કરી. તેમણે કહ્યું કે આદિવાસી ક્યારેય હિન્દુ નહતા, કે નથી.
તેમણે વધુમાં કહ્યું કે, "આદિવાસી સમાજ પ્રકૃતિ પૂજક છે, અને તેમના રિતી રિવાજ અલગ છે. સદીઓથી આદિવાસી સમાજને દબાવવામાં આવ્યો છે, ક્યારેક ઈન્ડિજિનસ (Indigenous), ક્યારેક ટ્રાઈબલ (Tribal) તો ક્યારેક અન્ય હેઠળ ઓળખ થતી રહી." મુખ્યમંત્રી હેમંત સોરેને કહ્યું કે આ વખતની વસ્તી ગણતરીમાં આદિવાસી સમાજ માટે અન્યની જોગવાઈ પણ હટાવી દેવાઈ છે.
મુખ્યમંત્રીના આદિવાસીવાળા નિવેદન પર કોંગ્રેસના પ્રવક્તા શમશેર આલમે કહ્યું કે મુખ્યમંત્રી હેમંત સોરેનનું નિવેદન બિલકુલ સાચુ છે. અમે તેમનું સમર્થન કરીએ છીએ. આદિવાસી ક્યારેય હિન્દુ નહતા કે ન હશે. જે પ્રકારે આદિવાસી સરના ધર્મ કોડની માગણી કરે ચે. સતત આદિવાસી સરના ધર્મ (Sarna Religious Code)ને માને છે, તેમણે સાચું કહ્યું છે.
Viral Video: લગ્ન સમારોહનો અત્યંત ચોંકાવનારો વીડિયો, થૂંક લગાવીને રોટલી શેકી રહ્યો છે શખ્સ
આ નિવેદન પર ભાજપના પ્રવક્તા પ્રદીપ સિંહે કહ્યું કે ઝારખંડ મુક્તિ મોરચા એક ઢોંગીઓની જમાત છે. સત્તામાં આવ્યા બાદ મુખ્યમંત્રીને ફક્ત આદિવાસી યાદ આવે છે. જે આદિવાસીમાંથી ધર્મ બદલીને ક્રિશ્ચન બની ગયા, તેમના પર ચૂપ્પી સાધી લે છે. આ પ્રકારની ટીકા ટિપ્પણી કરતા રહે છે.
ભાજપના પ્રવક્તા વિનોદ શર્માએ કહ્યું કે આદિવાસી ભારતીય સંસ્કૃતિનું અભિન્ન અંગ છે. શરૂઆતથી જ હિન્દુ ધર્મ સાથે જોડાયેલા છે. હેમંત સોરેનને રાજકારણ વારસામાં મળ્યું છે. વોટબેન્ક માટે હેમંત કઈ પણ કરી શકે છે. પરંતુ દેશનો આદિવાસી સમાજ તેમની વાતમાં નહીં આવે.
જેડીયુ પ્રવક્તા અભિષેક ઝાએ કહ્યું કે બાબા સાહેબે બંધારણની રચના ખુબ સમજી વિચારીને કરી હતી. જેથી કરીને સમાજના તમામ વર્ગનો વિકાસ થઈ શકે. કેટલાક નેતાઓ ખાસ સમાજને ભડકાવવા માટે અને પોતાની રાજનીતિ ચમકાવવા માટે ખોટા નિવેદનો આપે છે. જનતા બધુ જાણે છે. જનતાને વિનમ્ર અપીલ છે કે આ પ્રકારના નિવેદનોથી બચે.
Corona: ભારતમાં કોરોનાની બીજી લહેર ખતરનાક, આ ચાર રાજ્યોમાં ફરીથી લાગશે લોકડાઉન?
કોંગ્રેસ નેતા ચંદ્રપ્રકાશે કહ્યું કે હેમંત સોરેનનું નિવેદન તેમના અંગત વિચાર છે. પોતાના જ્ઞાનના આધારે તેમનું આ વિશ્લેષણ છે. પરંતુ હકીકત જોશો તો હિન્દુ હોય કે અન્ય કોઈ જાતિમાં વહેંચતા પહેલા લોકો અગાઉ આદિવાસી જ હતા. જ્યાં સુધી આદિવાસીઓના વિકાસની વાત છે તો રાજ્ય અને કેન્દ્ર સરકારે જોવું જોઈએ કે આદિવાસી સમાજના લોકો મુખ્ય પ્રવાહથી અલગ છે.
દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube