Big Breaking : ફ્લોર ટેસ્ટ પહેલા જ મુખ્યમંત્રી કમલનાથે કરી રાજીનામાની જાહેરાત
મધ્ય પ્રદેશમાં આજે ફ્લોર ટેસ્ટ થવા જઈ રહ્યો છે, જેના પહેલા અંદાજ લગાવવામાં આવી રહ્યો છે કે, મુખ્યમંત્રી કમલનાખ રાજીનામુ આપશે. પરંતુ આ પહેલા તેમણે પોતાના ઘરે તમામ કોંગ્રેસા ધારાસભ્યોને બોલાવ્યા હતા. તેમજ એ બાબતના પણ સંકેત મળ્યા કે, શું કમલનાથની સાથે તમામ કોંગ્રેસી ધારાસભ્યો રાજીનામુ આપશે. આ મામલે કમલનાથે પ્રેસ કોન્ફરન્સ સંબોધી હતી. તેમણે મીડિયા સંબોધનમાં કહ્યું કે, 11 ડિસેમ્બર 2018ના રોજ વિધાનસભાનું પરિણામ આવ્યું હતું. કોંગ્રેસને સૌથી વધુ સીટ મળી હતી. 17 ડિસેમ્બરના રોજ મેં મુખ્યમંત્રીના શપથ લીધા હતા. મેં 15 મહિના સુધી મારા રાજ્યની સેવા કરી. પણ મારો શું વાંક હતો કે, મારી સામે ષડયંત્ર કરવામાં આવ્યું.
ઝી મીડિયા/બ્યૂરો :મધ્ય પ્રદેશમાંથી મોટા સમાચાર સામે આવ્યા છે. આજે મધ્યપ્રદેશમાં જ્યાં બપોરે ફ્લોર ટેસ્ટ થવાનો હતો, તે પહેલા જ મુખ્યમંત્રી કમલનાથે પ્રેસ કોન્ફરન્સમાં પોતાના રાજીનામાની જાહેરાત કરી છે. મીડિયા સંબોધનમાં તેમણે ભાજપા પર શાબ્દિક પ્રહારો કર્યા હતા. તેમણે મીડિયા સંબોધનમાં કહ્યું કે, તેઓ રાજ્યપાલને મળીને રાજીનામુ આપવા જઈ રહ્યાં છે. તેમણે રાજ્યપાલ પાસેથી બપોરે એક વાગ્યે મળવાનો સમય પણ માંગ્યો છે.
તેમણે કહ્યું હતું કે, 11 ડિસેમ્બર 2018ના રોજ વિધાનસભાનું પરિણામ આવ્યું હતું. કોંગ્રેસને સૌથી વધુ સીટ મળી હતી. 17 ડિસેમ્બરના રોજ મેં મુખ્યમંત્રીના શપથ લીધા હતા. મેં 15 મહિના સુધી મારા રાજ્યની સેવા કરી. પણ મારો શું વાંક હતો કે, મારી સામે ષડયંત્ર કરવામાં આવ્યું. તેમણે કહ્યું કે, 22 ધારાસભ્યોને કર્ણાટકમાં બંધક બનાવીને રાખવામાં આવ્યા છે. એક મહારાજ અને તેમના શાર્ગિદોએ ષડયંત્ર રચ્યું હતું. બીજેપી મારી વિરુદ્ધ સતત ષડયંત્રી રચતી રહી. બીજેપીને 15 વર્ષ અને મને 15 મહિના મળ્યા. મારી વિરુદ્ધ બીજેપી સતત ષડયંત્ર રચતી રહી. બીજેપીએ મધ્ય પ્રદેશની જનતા સાથે વિશ્વાસઘાત કર્યો છે. બીજેપ માફિયાની વિરુદ્ધ અભિયાન ચલાવવા દેતી ન હતી. ષડયંત્ર રચનારાઓને જનતા માફ નહિ કરે.
તેમણે કહ્યું કે, 15 મહિનામાં અમે પ્રદેશના માફિયા મુક્ત કરાવ્યું. બીજેપી ઈચ્છતી ન હતી કે, અમે આવું કરીએ. 15 વર્ષના બીજેપીના કાર્યકાળમાં શું થયું, તે દરેક નાગરિક જાણે છે. ગત 15 મહિનામાં કામ ગણાવીને બીજેપી અમને ભાંડી રહી છે. પોતાની સરકારને અસ્થિર કરવાનો આરોપ લગાવતા તેમણે કહ્યું કે, બીજેપી ઈચ્છતી ન હતી કે, અમે રાજ્યમાં સારુ કામ કરીએ.
પોતાનું કામ ગણાવતા તેમણે કહ્યું કે, શ્રીલંકામાં માતા સીતાનું મંદિર બનાવવાનો નિર્ણય કર્યો, પરંતુ તે બીજેપીનું ગમ્યું નહિ. આદિવાસીઓ માટે કામ કર્યું. મુખ્યમંત્રી યોજના અંતર્ગત લગ્નના અવસર પર મદદની જાહેરાત કરી. આદિવાસીઓના વિસ્તારમાં એકલવ્ય વિદ્યાલય ખોલવાનું કામ કર્યું છે. પરંતુ બીજેપીને તે પણ ગમ્યું નહિ. 15 મહિનામાં અમારી ઉપર કોઈ પણ પ્રકારના કૌભાંડ કે ભ્રષ્ટાચારનો આરોપ લગાવી શકતા નથી. પ્રદેશની જનતાએ જોયું કે, અમે આટલા મહિનામાં શું કર્યું. વિકાસના પથ પર ન રોકાઈશું, ન ઝૂકીશું.
મધ્ય પ્રદેશના એસેમ્બલીમાં BJPને બહુમત
તમને જણાવી દઈએ કે, જ્યોતિરાદિત્ય સિંધિયાના ભાજપમાં સામેલ થયા બાદ પ્રદેશ કોંગ્રેસના 22 ધારાસભ્યોએ કોંગ્રેસથી બાગી થઈને પોતાના રાજીનામા આપ્યા હતા. તેના બાદ મધ્ય પ્રદેશમાં કમલનાથની સરકાર લઘુમતીમાં આવી ગઈ છે. મધ્યપ્રદેશ એસેમ્બલીમાં 230 ધારાસભ્યોની કુલ સંખ્યામાં 2 ધારાસભ્યોના આકસ્મિક મોત થયા છે અને તેમના સીટ પર ઉપચૂંટણી થવાની છે.
સુપ્રિમ કોર્ટના નિર્ણય બાદ આજે સાંજે પાંચ વાગ્યા સુધી મધ્યપ્રદેશ વિધાનસભામાં ફ્લોર ટેસ્ટ થવાનો છે. આ માલમાં બપોરે બે વાગ્યાથી વિધાનસભાનું કામકાજ શરૂ થશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
દેશના સમાચાર જાણવા માટે કરો ક્લિક...