નવી દિલ્હી : 28 જૂનથી શરૂ થઇ રહેલી અમરનાથ યાત્રાને પ્રભાવિત કરવા માટે પડોશી દેશ પાકિસ્તાન આતંકવાદીઓની એક ખેપ મોકલવાની ફિરાકમાં છે. સુરક્ષા એજન્સીઓના ગુપ્ત રિપોર્ટમાં કહેવાયું છે કે, અમરનાથ યાત્રાએ આવનારા શ્રધ્ધાળુઓને નિશાન બનાવવા માટે 200થી વધુ આતંકવાદીઓને ખાસ તાલિમ આપવામાં આવી છે. જમ્મુ કાશ્મીર પોલીસે અમરનાથ યાત્રાને સુરક્ષિત બનાવવા માટે સમગ્ર માર્ગમાં તૈનાત કરવા માટે ઓછામાં ઓછા 22 હજારથી વધુ અર્ધ સૈનિક દળોની માંગ કરી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અધિકારીના જણાવ્યા અનુસાર સમગ્ર યાત્રાના માર્ગે યાત્રીકોની સુરક્ષા માટે સમગ્ર માર્ગમાં સીસીટીવી કેમેરા લગાવાશે, આ ઉપરાંત ઉપગ્રહ મારફતે બાજ નજર રાખવામાં આવશે તેમજ બુલેટપ્રુફ બંકર બનાવાશે. ઉપરાંત સ્પેશિયલ ડોગ સ્ક્વોડની મદદ લેવાશે. 


સુરક્ષા બંદોબસ્તમાં જોડાયેલા એક અધિકારીના જણાવ્યા અનુસાર, સમગ્ર માર્ગમાં સઘન સુરક્ષા વ્યવસ્થા લાગુ કરવા માટે અર્ધ સૈનિક દળ અને જમ્મુ કાશ્મીર પોલીસને તૈનાત કરાશે. જમ્મુ કાશ્મીર પોલીસે યાત્રાના માર્ગમાં તૈનાતી માટે વધુ 225 કંપનીની માંગ કરી છે. 


ગૃહમંત્રી રાજનાથસિંહે ગત સપ્હાતે જમ્મુ કાશ્મીરની યાત્રા દરમિયાન અમરનાથની સુરક્ષા વ્યવસ્થાનું જાત નિરીક્ષણ કર્યું હતું. અન્ય એક અધિકારીના જણાવ્યા અનુસાર સુરક્ષા વ્યવસ્થા વધુ સઘન બનાવવા માટે વિવિધ તબક્કામાં સુરક્ષા પ્લાન ગોઠવાયો છે. આ વર્ષે ઓછામાં ઓછા 40 હજાર જેટલા જવાનોને તૈનાત કરવામાં આવશે. 


દેશના વધુ ન્યૂઝ જાણવા અહીં ક્લિક કરો