અયોધ્યા: ઉત્તર પ્રદેશ (Uttar Pradesh) ના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે (Yogi Adityanath) અયોધ્યાના તમામ મંદિરોને ભગવાન રામના ભવ્ય મંદિર (Ram Temple) ના નિર્માણની શરૂઆતનો ઉત્સવ મનાવવા માટે 4 અને 5 ઓગસ્ટના રોજ મંદિર પરિસરોની સારી રીતે સફાઈ કરીને દીવડા પ્રગટાવવાનું કહ્યું છે. સૂત્રોના જણાવ્યાં મુજબ આ જાણકારી શનિવારે મળી હતી. મુખ્યમંત્રી રામ મંદિરના નિર્માણ માટે શિલાન્યાસ સમારોહની તૈયારીઓની સમીક્ષા કરવા માટે અયોધ્યાના પ્રવાસે હતાં. શ્રીરામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ન્યાસના સભ્યોના જણાવ્યાં મુજબ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 5 ઓગસ્ટના રોજ અયોધ્યા આવીને રામમંદિર નિર્માણ માટે ભૂમિ પૂજન કરી શકે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ન્યાસે પીએમ મોદીને મંદિરના ભૂમિ પૂજન માટે ત્રણ ઓગસ્ટ કે પાંચ ઓગસ્ટની તારીખનું આમંત્રણ આપેલું છે. બંને તારીખો ગ્રહ નક્ષત્રોની ગણતરીના આધારે ખુબ શુભ છે. શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર સાથે જોડાયેલા વિશ્વ હિન્દુ પરિષદના નેતા ત્રિલોકીનાથ પાંડેએ કહ્યું કે મુખ્યમંત્રી આદિત્યનાથે અયોધ્યામાં તમામ મંદિરોને આ શુભ દિવસ ઉજવવા માટે 4 અને 5 ઓગસ્ટના રોજ મંદિર પરિસરોની સફાઈ કરીને તેમને શુદ્ધ કરી દીવડા પ્રગટાવવા જણાવ્યું છે. 


મુખ્યમંત્રીએ શનિવારે કારસેવક પુરમમાં વિશ્વ હિન્દુ પરિષદના મુખ્યાલયમાં રામ મંદિર ન્યાસના સભ્યો અને સંતો સાથે બેઠકમાં આ વાત કરી. પાંડેએ કહ્યું કે બેઠકમાં આદિત્યનાથે કહ્યું કે આ એક મંગળ અવસર છે. જે 500 વર્ષના સંઘર્ષ બાદ આવ્યો છે. સમગ્ર દેશ આનંદિત છે અને આપણે આ ક્ષણનો ઉત્સવ ઉજવવો જોઈએ અને પીએમ મોદીનું ભવ્ય સ્વાગત કરવું જોઈએ. 


જુઓ LIVE TV


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube