મહાકુંભમાં નાસભાગ બાદ CM યોગી આદિત્યનાથનું પહેલું નિવેદન, જાણો શું કહ્યું?

Maha Kumbh Stampede: ઉત્તર પ્રદેશમાં પ્રયાગરાજ મહાકુંભમાં થયેલી નાસભાગ બાદ મુખ્યમંત્રી યોગી આદિત્યનાથનું પહેલું નિવેદન આવ્યું છે. તેમણે લોકોને અફવાઓ પર ધ્યાન ન આપવાની અપીલ કરી છે. સીએમએ કહ્યું કે માતા ગંગા પાસે જે પણ ઘાટ હોય, ત્યાં સ્નાન કરો. સંગમ નોજ તરફ જવાનો પ્રયાસ કરશો નહીં.
Maha Kumbh Stampede: સીએમ યોગી આદિત્યનાથે કહ્યું કે સ્નાન માટે ઘણા ઘાટ બનાવવામાં આવ્યા છે, જ્યાં સ્નાન કરી શકાય છે. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે વહીવટીતંત્રની સૂચનાનું પાલન કરવા અને વ્યવસ્થા કરવામાં સહકાર આપવા જણાવ્યું હતું. તેમજ કોઈપણ અફવા પર ધ્યાન ન આપવા અપીલ કરી છે.
Mahakumbh 2025: મૌની અમાસ પર મહાકુંભમાં નાસભાગ, 10 થી વધુના મોતની આશંકા, અનેક ઘાયલ
બીજી તરફ, સીએમ યોગીને મેળા અધિકારી વિજય કિરણ આનંદ દ્વારા સમગ્ર મામલાની માહિતી આપવામાં આવી છે. મેળા અધિકારીએ નાસભાગના કારણો વિશે મુખ્યમંત્રીને જાણ કરી હતી. DGP પ્રશાંત કુમાર, મુખ્ય સચિવ ગૃહ સંજય પ્રસાદ પ્રયાગરાજ પ્રશાસનના સતત સંપર્કમાં છે. મહાકુંભની ઘટનાને લઈને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સવારે સીએમ યોગી સાથે બે વખત વાત કરીને ઘટનાની જાણકારી મેળવી હતી. કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે પણ સીએમ યોગી સાથે વાત કરી છે અને કહ્યું છે કે તેઓ કેન્દ્ર તરફથી સંપૂર્ણ સહયોગ આપશે.
Mahakumbh: મહાકુંભમાં નાસભાગની સ્થિતિ કેવી રીતે સર્જાઈ? જાણો અડધી રાત્રે શું થયું ?
આ દરમિયાન, અખાડા પરિષદે પણ આ ઘટનાથી દુખની લાગણી અનુભવી હતી અને શાહી સ્નાન રદ કરવાની વાત કરી હતી. ઘણા ઋષિ-મુનિઓએ સવારે તેમના શિબિરોની નજીક ગંગાની આચમન લીધી. મહા કુંભના બીજા મોટા સ્નાન ઉત્સવ મૌની અમાવસ્યા પર આઠથી 10 કરોડ ભક્તો સ્નાન કરે તેવી અપેક્ષા હતી. બે દિવસ પહેલા મહાકુંભ નગરમાં કરોડો ભક્તો એકઠા થયા હતા.
મૌની અમાવસ્યાનું મહત્વ
આજે માઘ મહિનાની મૌની અમાવસ્યા છે, જેનું વિશેષ મહત્વ માનવામાં આવે છે. આ દિવસે મૌન વ્રત રાખવાથી અને પવિત્ર નદીમાં સ્નાન કરવાથી ઘણું પુણ્ય મળે છે. દર મહિનાના કૃષ્ણ પક્ષની છેલ્લી તિથિને અમાવસ્યા તિથિ તરીકે ઓળખવામાં આવે છે. પરંતુ માઘ મહિનાની અમાવસ્યા તિથિએ જ્યારે સૂર્ય અને ચંદ્ર મકર રાશિમાં હોય છે, ત્યારે સકારાત્મક ઉર્જા વધુ વધે છે. તેથી આ દિવસે મોન રાખીને સ્નાન અને દાન કરવાથી પણ અનેકગણું ફળ મળે છે. આ ઉપરાંત અમાવસ્યાના દિવસે પિતૃઓને તર્પણ, પિંડદાન અને શ્રાદ્ધ કરવાની પરંપરા છે.