નવી દિલ્હી : ઉત્તરપ્રદેશની રાજધાની લખનઉના ગોમતી નગર વિસ્તારમાં તપાસ દરમિયાન કથિત રીતે વાહન નહી રોકનારા વિવેક તિવારીને પેટ્રોલિંગ કરી રહેલ પોલીસ કોન્સ્ટેબલે ગોળી મારી દીધી, જેના કારણે તેનું મોત થઇ ગયું છે. ઘટના મોડીરાત્રે 1.30થી 2 વાગ્યા વચ્ચે મકદુમપુર પોલીસ ચોકી પાસે છે. ઘટના પર ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે કહ્યું કે, આ કોઇ એન્કાઉન્ટર નહોતું. આ ઘટનાની તપાસ થઇ રહી છે. તેમણે ક્હયું કે જો જરૂર પડશે તો આ મુદ્દે સીબીઆઇએ તપાસના આદેશ પણ આપવામાં આવશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અત્રે ઉલ્લેખનીય છે કે, લખનઉના ગોમતીનગર વિસ્તારમાં મકદુપુરા પોલીસ ચોકી પાસે કારમાં બેઠેળા વિવેક તિવારીને પોલીસ કોન્સ્ટેબલ પ્રશાંત ચૌધરીએ ગોળી મારી દીધી હતી. તેનું કહેવું છે કે તેને શંકાસ્પદ રીતે ગાડી ઉભેલી દેખાઇ હતી. જ્યારે તે તપાસ કરવા માટે ગયો તો વિવેકે તેના પર કાર ચડાવીને તેને મારવાનો પ્રયાસ કર્યો. ત્યાર બાદ તેણે બચાવમાં વિવેક પર ગોળી ચલાવી. આ દરમિયાન વિવેકની સાથે તેની મહિલા સહયોગી પણ હતી.તેને પોલીસે નજરકેદ કરીને રખાઇ છે. ઘટના બાદ પોલીસની ગોળીથી ઘાયલ યુવકને તત્કાલીક લોહિયા હોસ્પિટલમાં દાખલ કરાવાયો. જો કે સારવાર દરમિયાન તેનું મોત થઇ ગયું. 

નકલી એન્કાઉન્ટરનો આરોપ
વિવેક તિવારીના પરિવારે પોલીસ પર એન્કાઉન્ટરનો આરોપ લગાવ્યો છે. પીડિત પરિવારે કહ્યુ કે, પોલીસ વિવેકનું એન્કાઉન્ટર કર્યું છે. તેનું કહેવું છે કે આ દુર્ઘટના નહી પરંતુ હત્યા છે. પોલીસે નિર્દોષની હત્યા કરી છે. બીજી તરફ યુપીના એડીજી લો એન્ડ ઓર્ડર આનંદ કુમારે કહ્યું કે આ ઘટના દુખદ છે. બે પોલીસવાળાની વિરુદ્ધ હત્યાનો કેસ દાખલ કરવામાં આવ્યો છે. આ મુદ્દે કડક કાર્યવાહી કરવામાં આવશે. 

વિવેકની પત્નીએ સીએમ યોગી પાસે માંગ્યો જવાબ
વિવેક તિવારીની પત્ની કલ્પના તિવારીએ પણ પોલીસ પર ગંભીર આરોપ લગાવ્યા છે. તેમણે કહ્યું કે, મારા પતિને કેમ મારવામાં આવ્યા.પોલીસ આ રીતે કોઇને કેમ મારી શકે. તેમણે કહ્યં કે જ્યા સુધી મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ અહીં નહી આવે ત્યા સુધી અમે વિરોધમાં બેસીશું. તેમણે કહ્યું કે, મને મુખ્યમંત્રી પાસેથી જવાબ જોઇએ.