Uttar Pradesh: CM યોગીની એક ટ્વીટથી ખળભળાટ, શું હવે બદલાઈ જશે આ શહેરનું નામ?
સીએમ યોગીએ પીએમ મોદીના સ્વાગતમાં જે ટ્વીટ કરી હતી તે ખુબ ચર્ચામાં આવી ગઈ છે. આવો જાણીએ એવું તે શું છે એ ટ્વીટમાં કે આટલી ચર્ચા થઈ રહી છે.
UP News: પીએમ મોદી ગઈ કાલે પાડોશી દેશ નેપાળના પ્રવાસે હતા. ત્યાંથી પાછા ફરતી વખતે તેમણે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ અને તેમની સરકારના મંત્રીઓ સાથે મુલાકાત પણ કરી. આ દરમિયાન તેમણે યોગી સરકારના મંત્રીઓને સલાહ આપતા કહ્યું કે વધુમાં વધુ સમય તેમણે પોતાના મતવિસ્તારોમાં વિતાવવો જોઈએ. જો કે આ બધા વચ્ચે સીએમ યોગીએ પીએમ મોદીના સ્વાગતમાં જે ટ્વીટ કરી હતી તે ખુબ ચર્ચામાં આવી ગઈ છે. આવો જાણીએ એવું તે શું છે એ ટ્વીટમાં કે આટલી ચર્ચા થઈ રહી છે.
સીએમ યોગીએ કરી હતી આ ટ્વીટ
પીએમ મોદી જ્યારે ઉત્તર પ્રદેશની રાજધાની લખનઉ પહોંચ્યા ત્યારે સીએમ યોગીએ તેમનું સ્વાગત કર્યું અને એક ફોટો શેર કરીને ટ્વીટ કરતા લખ્યું હતું કે 'શેષાવતાર ભગવાન શ્રી લક્ષ્મણજીની પાવન નગરી લખનઉમાં તમારું હાર્દિક સ્વાગત અને અભિનંદન...'. જો કે આ ટ્વીટમાં તેમણે નામ બદલવા અંગે તો કશું લખ્યું નથી પરંતુ લખનઉને લક્ષ્મણજીની પાવન નગરી તરીકે ગણાવવા બદલ સોશિયલ મીડિયામાં ખુબ ચર્ચા થઈ રહી છે. એટલે સુધી કે લોકો તો તેને એક સંકેત તરીકે પણ જોઈ રહ્યા છે. કેટલાક યૂઝર્સ તો લખનઉનું નવું નામ પણ સૂચવવા લાગ્યા છે. તેમણે લખનઉનું નામ બદલીને લક્ષ્મણપુરી કરવાની પણ સલાહ આપી દીધી છે.
દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube