અયોધ્યા: રામ મંદિર નિર્માણ માટે 5 ઓગસ્ટના યોજાઇ રહેલા ભૂમિ પૂજન પહેલા તૈયારીઓનું નિરીક્ષણ કરવા પહોંચેલા ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ (Yogi Adityanath)એ કહ્યું લગભગ 500 વર્ષ બાદ રામભક્તોની ઇચ્છા પૂરી થવા જઇ રહી છે. રામ મંદિર ભૂમિ પૂજનને ભવ્ય બનાવવા માટે ખાસ તૈયારીઓ ચાલી રહી છે. 500 વર્ષમાં એવા કયા 10 વર્ષ રહ્યા છે જ્યારે અયોધ્યા માટે કોઇ આંદોલન ના થયા હોય. આ પવિત્ર ભૂમિ પર મંદિર નિર્માણ માટે ચાલી રહેલા આંદોલનમાં કોઇ નાનું મોટું નથી. આ એક એવું ધર્મ કાર્ય હતું જેને તમામના મનથી ભેદભાવને દુર કર્યા હતું.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો:- રાજ્યપાલને થોડીવારમાં મળશે ગેહલોત, ભાજપ પ્રતિનિધિમંડળ પણ કરશે મુલાકાત


તેમણે કહ્યું કે, લાંબા સમય બાદ તે શુભ મુહુર્ત આવ્યું છે જેની ભારતના સવા સો કરોડ દેશવાસીઓ રાહ જોઇ રહ્યાં હતા. મુખ્ય કાર્યક્રમ 5 ઓગસ્ટના યોજાશે. જેની અમે સમગ્ર દુનિયાનો સૌથી ભવ્ય કાર્યક્રમ બનાવાનો રહેશે. પીએમ નરેન્દ્ર મોદી શિલાન્યાસ કરશે. સીએમએ કહ્યું કે, દુનિયા જે પ્રકારે અયોધ્યાને જોવા માગે છે, અમે તેનાથી પણ ભવ્ય રૂપમાં દેખાડવાનું છે. તેના માટે સ્વચ્છતા આપણી પ્રથમ પ્રાથમિકતા હોવી જોઇએ. તેમણે કહ્યું કે, સચ્છતાનો ખાસ અભિયાન અમે આવતીકાલથી પ્રારંભ કરીશું જેથી 3 ઓગસ્ટ સુધીમાં તમામ કામ પૂરા થઇ શકે.


આ પણ વાંચો:- સામનાને ઇન્ટરવ્યૂ આપતા બોલ્યા ઉદ્ધવ, હું ટ્રંપ નથી, લોકોને પીડાતા જોઈ શકતા નથી


શુભ મુહુર્ત જોવાનું સૌભાગ્ય અમને પ્રાપ્ત થઇ રહ્યું છે
સીએમ યોગીએ કહ્યું કે, 500 વર્ષ બાદ શુભ મુહુર્ત જોવા મળ્યું છે. આ દિવસ માટે લોકોએ બલિદાન આપ્યા છે, પરંતુ તેને જોવાનું સૌભાગ્ય અમને પ્રાપ્ત થઇ રહ્યું છે. તેમણે કહ્યું કે, દિવાળી વગર અયોધ્યાની કલ્પના ન કરી શકાય. એઠલા માટે દરેક ઘર-મંદિરમાં 4-5 ઓગસ્ટના દિવ સળગાવવામાં આવશે. તમામ તૈયારીઓ દરમિયાન કોરોનાના નિયમોનું પાલન કરતા રહીશું. આ ભવ્ય કાર્યક્રમ દેશ જ નહીં પરંતુ દુનિયાના લોકો જોશે. અયોધ્યાની પાસે આ એક અવસર છે, દુનિયા જોવા માગે છે. અયોધ્યામાં તે ગૌરવ છે કે નહીં. પરંતુ અમે ભવ્ય કાર્યક્રમ આયોજિત કરી અયોધ્યાને દેશ-દુનિયાનું ગૌરવ બનાવશું.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube