રાજ્યપાલને થોડીવારમાં મળશે ગેહલોત, ભાજપ પ્રતિનિધિમંડળ પણ કરશે મુલાકાત

રાજસ્થાનમાં ચાલી રહેલા રાજકીય નાટકની વચ્ચે મુખ્યમંત્રી અશોક ગેહલોતે કેબિનેટ બેઠક બોલાવી છે. તેમાં વિધાનસભા સત્ર બોલાવવાને લઇને રાજ્યપાલ કલરાજ મિશ્રાને ફરી મોકલવામાં આવેલા પ્રસ્તાવ પર ચર્ચા થશે. ત્યારબાદ મુખ્યમંત્રી અશોક ગેહલોત રાજ્યપાલથી મળવા જશે. જો કે, આ બધા પહેલા કોંગ્રેસ ધારાસભ્ય દળની બેઠક યોજાઇ. એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે, આજે સાંજે 5 વાગ્યે ભાજપ પ્રતિનિધિમંડળ પણ રાજ્યપાસ સાથે મુલાકાત કરશે.
રાજ્યપાલને થોડીવારમાં મળશે ગેહલોત, ભાજપ પ્રતિનિધિમંડળ પણ કરશે મુલાકાત

નવી દિલ્હી: રાજસ્થાનમાં ચાલી રહેલા રાજકીય નાટકની વચ્ચે મુખ્યમંત્રી અશોક ગેહલોતે કેબિનેટ બેઠક બોલાવી છે. તેમાં વિધાનસભા સત્ર બોલાવવાને લઇને રાજ્યપાલ કલરાજ મિશ્રાને ફરી મોકલવામાં આવેલા પ્રસ્તાવ પર ચર્ચા થશે. ત્યારબાદ મુખ્યમંત્રી અશોક ગેહલોત રાજ્યપાલથી મળવા જશે. જો કે, આ બધા પહેલા કોંગ્રેસ ધારાસભ્ય દળની બેઠક યોજાઇ. એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે, આજે સાંજે 5 વાગ્યે ભાજપ પ્રતિનિધિમંડળ પણ રાજ્યપાસ સાથે મુલાકાત કરશે.

અશોક ગેહલોત અને તેમના મંત્રીઓ તરફથી તેમના આવાસ પર 4 વાગ્યે બોલાવવામાં આવેલી બેઠક દરમિયાન વિધાનસભા સત્રને લઇને રાજ્યપાલ કલરાજ મિશ્રાની તરફથી જણાવવામાં આવેલી આપત્તિઓ પર ચર્ચા થશે. સુધારેલ દરખાસ્તને કેબિનેટની મંજૂરી બાદ રાજ્યપાલને મોકલવામાં આવશે. તમને જણાવી દઇએ કે, એક દિવસ પહેલા શુક્રવારની રાતે અશોક ગેહલોતના આવાસ પર કેબિનેટ બેઠક મળી હતી. આ બેઠક રાતે 9.30 વાગ્યે શરૂ કરવામાં આવી હતી જે ડોઢ કલાક સુધી ચાલી હતી. આ બેઠક દરમિયાન રાજ્યપાલ કલરાજ મિશ્રા તરફથી વિધાનસભા સત્ર બોલાવવાને લઇને ઉઠાવવામાં આવેલા છ મુદ્દાઓની ચર્ચા કરવામાં આવી હતી.

રાજસ્થાનની ગેહલોત સરકાર વિધાનસભા સત્રને બોલાવવા માટે એક સુધારેલ દરખાસ્ત રાજ્યપાલ કલરાજ મિશ્રાને મોકલશે. મુખ્યમંત્રી અશોક ગેહલોતની અધ્યક્ષતામાં રાજ્ય મંત્રીમંડળની શુક્રવાર રાતે મળેલી બેઠકમાં તે 6 મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી છે જે સત્ર બોલાવવા માટે સરકારના પ્રસ્તાવ પર રાજ્યપાલે ઉઠાવ્યા છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news