ભદોહી: કૈરાના અને નૂરપુર પેટાચૂંટણીમાં થયેલા પરાજયનું દર્દ યોગી આદિત્યનાથનાં નિવેદનોમાં પણ જોવા મળ્યું. 100 કરોડની 106 યોજનાઓનાં લોકાર્પણ કરવા માટે ભદોહી પહોંચ્યા. આ દરમિયાન મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે કહ્યું કે, જ્યારે તેમની સરકાર સબકા સાથ સબકા વિકાસનાં નારા પર કામ કરી રહ્યા છે, કોઇ ભેદભાવ વગર સૌના માટે કામ કરી રહી છે તો પછી તેનો શ્રેય પાર્ટીને કેમ નથી મળી રહ્યો. ભાજપને તેનો શ્રેય મળવો જોઇએ. 

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

106 યોજનાઓનું લોકાર્પણ અને શિલાન્યાસ
મુખ્યમંત્રી યોગીએ ભદોહીમાં રવિવારે 100 કરોડ રૂપિયાની 106 યોજનાઓનું લોકાર્પણ અને શિલાન્યાસ કર્યું. મુખ્યમંત્રી યોગીએ ભરોસો વ્યક્ત કર્યો કે ભદોહીની કાલીનોને એક્સપોર્ટ કરવા માટે સારૂ વાતાવરણ બનાવવામાં આવશે. મુખ્યમંત્રીએ તેમ પણ કહ્યું કે, વન ડિસ્ટ્રિક્ટ વન પ્રોડક્ટ હેઠળ ભદોહીની કાલીનની પસંદગી કરવામાં આવી છે. માટેકાલીન બનાવવાનાં કામકાજ સાથે જોડાયેલા લોકોને આર્થિક મદદ કરવામાં પણ સરકાર કોઇ કસર નહી છોડે. ઉપરાંત મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે વિપક્ષ પર પણ નિશાન સાધ્યું. મુખ્યમંત્રીએ કહ્યું કે, યુપીમાં ગત્ત સરકાર માત્ર જાતિવાદ અને પરિવારવાદને વધારે છે, પરંતુ હાલની સરકારનો ઇરાદો માત્ર વિકાસ કરવાનો છે. 

પરાજય બાદ સમીક્ષાની પહેલ ચાલુ
કૈરાના અન નુરપુરમાં પણ મળેલા પરાજય બાદ ભાજપે સબક અને સમીક્ષાની પહેલની શરૂઆત કરી દીધી છે.. તેનાં માટે પાર્ટી સંગઠન અને સરકારે એક સાથે મળીને જમીની હકીકત જાણવાનો નિર્ણય કર્યો છે.  મુખ્યમંત્રી યોગી આદિત્યનાથની પણ કાર્યકર્તાઓનાં મનની વાત જાણવા અને 2019ની તૈયારીઓ માટે આ અભિયાનમાં જોડાઇ રહ્યા છે. અવધ ક્ષેત્રની બેઠક શનિવારે હરદોઇમાં હતી. આ પ્રકારે કાશી ક્ષેત્રની બેઠકને રવિવારે થઇ. આ પ્રકારે બુંદેલખંડ ક્ષેત્રની બેઠક કાનપુરમાં રાખી હતી. જો કે ભાજપ હારી ક્ષમતા માનવાનો ઇન્કાસ કરી રહ્યા છે. તેઓ વિપક્ષ મુખ્યમંત્રી યોગીનાં કાર્યકર્તાઓ સાથે ચૂંટણી કવાયત્તનાં બદલે જનતા સાથે જોડવાની સલાહ આપી રહ્યા છે.