લખનઉ: યુપીમાં બે તબક્કાની ચૂંટણીઓ યોજાઈ ગઈ છે અને ત્રીજા તબક્કા પહેલા ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ હાલના દિવસોમાં વિપક્ષ સામે જોરદાર બેટિંગ કરી રહ્યા છે. એવામાં તેમણે ઝી ન્યૂઝ સાથે એક્સક્લુઝિવ વાતચીત કરી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

'મોદીને સ્વીકાર્યું'
તેમણે જણાવ્યું હતું કે જનતાનો ઉત્સાહ ભાજપની સાથે છે. તેમણે કહ્યું કે દેશમાં અને યુપીમાં મોદીજીના નેતૃત્વને જનતાએ સ્વીકારી લીધું છે. ભાજપ ફરી એકવાર 300ને પાર કરશે.


સુરક્ષા મુદ્દા પર બોલ્યા સીએમ યોગી
સીએમ યોગીએ જણાવ્યું કે યુપીમાં સુરક્ષા સૌથી મોટો મુદ્દો છે. આજે યુપીમાં દીકરીઓ સુરક્ષિત છે.


સમજાવી 80:20 ફોર્મ્યુલા 
80:20ની ફોર્મ્યુલા પર સીએમ યોગીએ જણાવ્યું હતું કે જ્યારે અમે 325 સીટો જીતી હતી ત્યારે તે 80 ટકા હતી, આ વખતે ચૂંટણી 80 તરફ જઈ રહ્યો છે.


UCC પર મોટું નિવેદન
તેમણે હિજાબ અને કોમન સિવિલ કોડ પર જણાવ્યું હતું કે દેશ બંધારણથી ચાલશે, શરીયતથી નહીં. સંસ્થામાં પર્સનલ લો લાગુ ન થવો જોઈએ. ત્યારબાદ જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે શું તમે સમાન નાગરિક સંહિતાના પક્ષમાં છો? તેના પર સીએમ યોગીએ જણાવ્યું કે હું પક્ષમાં છું અને જ્યારે તક આવશે ત્યારે યુનિફોર્મ સિવિલ કોડ પણ આવશે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube