5 વર્ષમાં CM યોગીની સંપત્તિમાં થયો વધારો, આટલા હથિયાર અને સોનાના માલિક છે UP ના CM
CM યોગીના એફિડેવિટ મુજબ, MLC તરીકે ચૂંટાયા ત્યારે યોગી આદિત્યનાથની કુલ સંપત્તિ 95.98 લાખ રૂપિયા હતી, જે હવે વધીને 1 કરોડ 54 લાખ રૂપિયા 94 હજાર 54 રૂપિયા થઈ ગઈ છે.
નવી દિલ્હી: ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણીમાં ગોરખપુર સીટ સૌથી 'હોટ સીટ' રહી છે. તેનું કારણ છે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ (Yogi Adityanath). તેઓ પ્રથમ વખત વિધાનસભાની ચૂંટણી લડી રહ્યા છે. શુક્રવારે તેમણે ગોરખપુર શહેરથી ઉમેદવારી નોંધાવી હતી. વાસ્તવમાં નોમિનેશન ફાઇલ કરતી વખતે ઉમેદવારે તેની કુલ સંપત્તિ અને તમામ સંબંધિત વસ્તુઓનો હિસાબ જાહેર કરવો પડે છે. આવો જાણીએ ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ કેટલી સંપત્તિના માલિક છે.
5 વર્ષમાં સંપત્તિમાં થયો આટલો વધારો
CM યોગીના એફિડેવિટ મુજબ, MLC તરીકે ચૂંટાયા ત્યારે યોગી આદિત્યનાથની કુલ સંપત્તિ 95.98 લાખ રૂપિયા હતી, જે હવે વધીને 1 કરોડ 54 લાખ રૂપિયા 94 હજાર 54 રૂપિયા થઈ ગઈ છે. એટલે કે યુપીના મુખ્યમંત્રી રહીને યોગી આદિત્યનાથની સંપત્તિમાં લગભગ 60 લાખ રૂપિયાનો વધારો થયો છે.
ક્લીન છે યોગીનો ગુનાહિત રેકોર્ડ
એફિડેવિટમાં સીએમ યોગીએ એમ પણ જણાવ્યું છે કે તેમની સામે એક પણ ક્રિમિનલ કેસ નોંધાયેલ નથી. તમને જણાવી દઈએ કે સીએમ બન્યા બાદ યોગી આદિત્યનાથ 2019ની લોકસભા ચૂંટણી લડી ન હતી. જો કે 2014ની લોકસભા ચૂંટણીમાં સાંસદ તરીકે યોગી આદિત્યનાથની સંપત્તિ 72 લાખ 17 હજાર રૂપિયા હતી.
કેટલી મિલકતના માલિક છે યોગી આદિત્યનાથ?
- એફિડેવિટ મુજબ સીએમ યોગી પાસે 1 લાખ રૂપિયાની રોકડ છે.
- સીએમ યોગી પાસે એક પણ કાર નથી. તમને જણાવી દઈએ કે ગત વખતે યોગી આદિત્યનાથે પોતાની સાથે 2 કાર હોવાની વાત કરી હતી.
- સીએમ યોગીના 6 શહેરોની અલગ-અલગ બેંકોમાં 11 ખાતા છે. આ ખાતાઓમાં 1 કરોડ 13 લાખ 75 હજાર રૂપિયાથી વધુ જમા છે.
- સીએમ યોગીની પાસે જમીન કે મકાન નથી. પરંતુ તેમની પાસે રાષ્ટ્રીય બચત યોજનાઓ અને વીમા પોલિસી દ્વારા રૂ. 37.57 લાખ છે.
- સીએમ યોગી પાસે એક મોબાઈલ ફોન છે, જેની કિંમત 12 હજાર રૂપિયા છે.
- સીએમ યોગી પાસે 2 હથિયાર છે. તેમની પાસે 1 લાખ રૂપિયાની રિવોલ્વર અને 80 હજાર રૂપિયાની રાઈફલ છે.
- યોગી આદિત્યનાથ પાસે 49 હજાર રૂપિયાની સોનાનું કુંડળ છે. તેનું વજન 20 ગ્રામ છે. તેમજ યોગી સોનાની ચેનમાં રૂદ્રાક્ષની માળા પહેરે છે, જેની કિંમત 20 હજાર રૂપિયા છે. આ ચેનનું વજન 10 ગ્રામ છે.