પ્રયાગરાજઃ પીએમ મોદી આજે પ્રયાગરાજમાં કેન્દ્ર સરકારના સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રાલયના કાર્યક્રમમાં પહોંચ્યા હતા. અહીં તેમણે આશરે 27 હજાર દિવ્યાંગજન અને વૃદ્ધોને સહાયતાના સાધનો આપ્યા હતા. આ તકે એક વિશ્વ રેકોર્ડ પણ બન્યો કારણ કે કોઈ સરકારી કાર્યક્રમમાં આટલી મોટી સંખ્યામાં સાધનોનું વિતરણ કરવામાં આવ્યું છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પીએમ મોદી સવારે આશરે 10.30 કલાકે બમરૌલી એરપોર્ટ પર પહોંચ્યાં જ્યાં સીએમ યોદી અને રાજ્યપાલ આનંદીબહેને તેમનું સ્વાગત કર્યું હતું. ત્યારબાદ પીએમ મોદીએ જનતાને સંબોધિત કરી હતી. પીએમ મોદીએ કહ્યું, પ્રયાગરાજમાં આવીને ઉર્જાનો અનુભવ થાય છે. કુંભને કારણે પ્રયાગરાજની વિશ્વભરમાં ચર્ચા થઈ છે. 


પીએમ મોદીએ કહ્યું, 'દિવ્યાંગોની શક્તિ તેમનું સામર્થ્ય અને ધૈર્ય છે. વિતરણ કરાયેલા સાધનોથી દિવ્યાંગોને મદદ મળશે. દિવ્યાંગોએ પહેલા મદદ માટે ભટકવું પડતું હતું. પહેલાની સરકારે દિવ્યાંગોને સહારા વગર છોડી દીધા હતા પરંતુ અમારી સરકારે 5 વર્ષમાં 900 કરોડથી વધુના સાધનોનું વિતરણ કર્યું છે.'


રાજધર્મઃ મોદી સરકાર પર સિબ્બલનો કટાક્ષ- તમે વાજપેયીનું ન સાંભળ્યું, અમારૂ શું સાંભળશો


તેમણે કહ્યું કે, અમારી પ્રાથમિકતા 130 કરોડ ભારતીયોની સેવા છે. દિવ્યાંગોએ દરેક પડકારને પડકાર આપ્યો છે. રેલવે તથા એરપોર્ટ પર દિવ્યાંગો માટે વિશેષ સુવિધા ઉપલબ્ધ છે. આ સિવાય પીએમ મોદીએ દિવ્યાંગો માટે સમાચાર સેવાઓ આપનારી ટીવી ચેનલનો પણ આભાર માન્યો હતો. 


જુઓ LIVE TV


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


દેશના સમાચાર જાણવા માટે કરો ક્લિક...