લખનઉઃ કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીના કાફલાને લખનઉમાં રોકવા પર વિવાદ ઉભો થઈ ગયો છે. આ મામલામાં યૂપી પોલીસની મહિલા અધિકારી (સીઓ, હજરતગંજ) અર્ચના સિંહે કહ્યું કે, પ્રિયંકા ગાંધીએ પહેલાથી નક્કી કરેલા રસ્તા પર ન જઈને બીજા રસ્તા પર પહોંચી ગયા હતા. ત્યારબાદ સુરક્ષાને ધ્યાનમાં રાખતા તેના કાફલાને રોકવો પડ્યો હતો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સાથે પોલીસ અધિકારી અર્ચના સિંહે કહ્યું કે, સોશિયલ મીડિયા પર પ્રિયંકા ગાંધીનું ગળું પકડવું અને તેમને પાડવા જેવી ભ્રામક વાતો પ્રસારિત કરવામાં આવી રહી છે, જે સંપૂર્ણ પણે જૂઠ છે. તેમણે કહ્યું કે, મેં ઈમાનદારી પૂર્વક મારી ફરજ બજાવી છે. 


અર્ચના સિંહે કહ્યું, 'કોંગ્રેસની રાષ્ટ્રીય મહાસચિવ તથા પૂર્વી ઉત્તર પ્રદેશની પાર્ટી પ્રભાવી પ્રિયંકા ગાંધી વાડ્રાનું જિલ્લા લખનઉમાં ભ્રમણ કાર્યક્રમ પ્રસ્તાવિત હતો, જેમાં મારી ડ્યૂટી ફ્લીટ પ્રભારીના રૂપમાં લગાવવામાં આવી હતી. પ્રિયંકા વાડ્રા કોંગ્રેસ પ્રદેશ પાર્ટી કાર્યાલય, મોલ એવન્યૂથી 23/2 કૌલ હાઉસ ગૌખલે માર્ગ માટે નિકળ્યા હતા. આ દરમિયાન 1090 ચાર રસ્તાથી નિર્ધારિત માર્ગ પર ફ્લીટની ગાડીઓ જઈ રહી હતી. પ્રિયંકા વાડ્રાની ગાડી નિર્ધારિત માર્ગ પર ન જઈને લોહિયા પથ તરફ જવા લાગી હતી.'


પ્રિયંકા ગાંધીએ લખનઉ પોલીસ પર લગાવ્યો ગેરવર્તનનો આરોપ, ભાજપે કહ્યું- 'નાટક કરે છે'

મહિલા અધિકારીએ કહ્યું, 'મેં જાણવાં ઈચ્છ્યું કે તે ક્યાં જઈ રહ્યાં છે (મહાનુભાવના કેટેગરી વાઇઝ સુરક્ષાને કારણે પહેલા સુરક્ષા તથા ટ્રાફિક વ્યવસ્થા કરાવવી જરૂરી હતી, જેના વિશે જાણકારી આપવામાં ન આવી). તેના પર પાર્ટીના કાર્યકરોએ જાણકારી આપવાથી ઇનકાર કરી દીધો હતો.'


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


ભારતના વધુ સમાચાર માટે અહીં કરો ક્લિક....