નવી દિલ્હી: પશ્ચિમ રેલ્વે (Western Railway) દ્વારા મુસાફરોની સુવિધાને ધ્યાનમાં રાખીને બાન્દ્રા ટર્મિનસ થી જમ્મુતવી, દિલ્હી સરાઈ રોહિલા અને ભગત કી  કોઠી જતી વિશેષ ટ્રેનો (special trains) માં એક થર્ડ એસી કોચ (અસ્થાયી રૂપે) ઉમેરવામાં આવશે. આ ટ્રેનોની વિગત નીચે મુજબ છે:


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ટ્રેન નંબર 09027 બાંદ્રા ટર્મિનસ - જમ્મુતવી વિશેષમાં 01 મે 2021 થી અને ટ્રેન નંબર 09028 જમ્મુતવી - બાન્દ્રા ટર્મિનસ વિશેષમાં 03 મે 2021 થી એક થર્ડ એસી કોચ ઉમેરવામાં આવશે.


ટ્રેન નંબર 02949 બાન્દ્રા ટર્મિનસ - દિલ્હી સરાઈ રોહિલા વિશેષમાં 28 એપ્રિલ, 2021 થી અને ટ્રેન નંબર 02950 દિલ્હી સરાઇ રોહિલા - બાન્દ્રા ટર્મિનસ વિશેષમાં 29 એપ્રિલ, 2021 થી એક થર્ડ એસી કોચ ઉમેરવામાં આવશે.


ટ્રેન નંબર 02965 બાંદ્રા ટર્મિનસ - ભગત કી  કોઠી વિશેષમાં 30 એપ્રિલ 2021 થી અને ટ્રેન નંબર 02966 ભગત કી  કોઠી - બાંદ્રા ટર્મિનસ વિશેષમાં 01 મે 2021 થી એક થર્ડ કોચ ઉમેરવામાં આવશે.

યાત્રીગણ ધ્યાન દે! રેલવેએ કેટલીક ટ્રેનો રદ કરી, તો કેટલીક ટ્રેનોનો રૂટ થયો ડાયવર્ટ, સ્ટેશન જતાં પહેલાં જાણી લો


અસારવા - હિંમતનગર ડેમુ સ્પેશિયલ રદ રહેશે
ઓછી મુસાફરોની સંખ્યાને જોતા અસારવા અને હિંમતનગર વચ્ચે દોડતી ટ્રેન નંબર 09401/09402 અસારવા-હિંમતનગર-અસારવા ડેમુ સ્પેશિયલ 23 એપ્રિલ 2021 થી 23 મે 2021 સુધી રદ રહેશે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube