Coimbatore Blast Case: રાષ્ટ્રીય તપાસ એજન્સી (NIA) એ બુધવારે સવારે તમિલનાડુ, કર્ણાટક, અને કેરળમાં દરોડા પાડ્યા. આ દરોડા ગત વર્ષ કોઈમ્બતુર અને મેંગ્લુરુ વિસ્ફોટો મામલે પાડવામાં આવ્યા. અધિકારીઓએ જણાવ્યું કે 3 દક્ષિણી રાજ્યોમાં દરોડા પાડ્યા. આ દરોડા ગૂપચૂપ રીતે આઈએસ સંલગ્ન લોકોના ત્યાં પાડવામાં આવ્યા જેના કારણે ખળભળાટ મચી ગયો. લોકોની સવારે આંખો ખૂલી તો તેમણે પોલીસ અને એએનઆઈની ટીમો જોઈ. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

દરોડાના આ કાર્યવાહી 23 ઓક્ટોબર 2022ના કોઈમ્બતુરની પાસે ઉક્કડમમાં કાર બોમ્બ વિસ્ફોટ મામલે હતા. કોઈમ્બતુર વિસ્ફોટમાં 29 વર્ષના જમીશા મુબીનનું મોત થયું હતું. એનઆઈએએ ડિસેમ્બરમાં બે આરોપીઓ શેખ હિદાયતુલ્લા અને સનોફર અલીની ધરપકડ કરી હતી. આ મામલે અત્યાર સુધીમાં 11 લોકોની ધરપકડ કરવામાં આવી છે. 


મુખ્ય આરોપી જમેશા મુબીન આઈએસનો સભ્ય છે. તે આત્મઘાતી હુમલાને અંજામ આપવા અને સમુદાયમાં આતંક ફેલાવવાના ઈરાદે મંદિર પરિસરને વ્યાપક નુકસાન પહોંચાડવાની યોજના ઘડી રહ્યો હતો. શરૂઆતમાં કેસ કોઈમ્બતુરના ઉક્કડમ તમિલનાડુમાં નોંધવામાં આવ્યો ત્યારબાદ કેસને NIA એ પોતાના હાથમાં લઈ લીધો. 


લિવ ઈન પાર્ટનરની હત્યા કરી ફ્રિજમાં લાશ છૂપાવી, પછી બેફિકર થઈ કર્યા લગ્ન


4500 કરોડના આલિશાન જય વિલાસ પેલેસમાં શાહી ઠાઠથી રહે છે જ્યોતિરાદિત્ય સિંધિયા


Zee News પર સૌથી મોટો ખુલાસો, ગુપ્ત કેમેરા વડે ઉઘાડા પડ્યા BCCI ના રાજ


NIA એ શરૂઆતમાં કહ્યું હતું કે, તપાસથી જાણવા મળ્યું છે કે આરોપીઓએ ફેબ્રુઆરી 2022માં ઈરોડ જિલ્લાના સત્યમંગલમ વનના અસનૂર અને કદંબૂર વન વિસ્તારોના આંતરીયાળ વિસ્તારમાં એક ખતરનાક ષડયંત્ર રચ્યું હતું. બેઠકોનું નેતૃત્વ પૂર્વમાં ધરપકડ કરાયેલો આરોપી ઉમર ફારુક કરતો હતો. જેમાં જમેશા મુબીન, મોહમ્મદ અઝહરૂદ્દીન, શેખ હિદાયતુલ્લા, અને સનોફર અલીએ ભાગ લીધો. જ્યાં તેમણે આતંકી ગતિવિધિઓને તૈયાર કરવા અને તેમને અંજામ આપવાનું ષડયંત્ર રચ્યું હતું. 


19 નવેમ્બર 2022ના રોજ મેંગ્લુરુમાં ઓટોરિક્ષા વિસ્ફોટની પણ તપાસ થઈ રહી છે. જેમાં એક 23 વર્ષનો યુવક મોહમ્મદ શરીક ઘાયલ થયો હતો. પોલીસ અને કેન્દ્રીય તપાસ એજન્સીઓની તપાસમાં ખુલાસો થયો છે કે વિસ્ફોટ પહેલા શારિક તમિલનાડુ અને કેરળમાં હતો. બુધવારે વહેલી સવારે શરૂ થયેલી દરોડાની કાર્યવાહી તમિલનાડુમાં 35 સ્થળો, કેરળમાં 5 અને કર્ણાટકમાં 20 સ્થળો પર ચાલુ છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube