વોશિંગ્ટન: અમેરિકી કોંગ્રેસમાં કાશ્મીર(Kashmir) મુદ્દે ચાલી રહેલી સુનાવણીમાં ભારત(India)ના કોલમિસ્ટ સુનંદા વશિષ્ઠે(Sunanda Vashisht) કાશ્મીર પર મોટું નિવેદન આપ્યું છે. તેમણે 30 વર્ષ પહેલા કાશ્મીરી પંડિતો(Kashmiri Pandit) પર અત્યાચારની આખી કહાની દુનિયાને જણાવી. સુનંદા વશિષ્ઠે પોતાના ભાષણમાં કાશ્મીરને લઈને વ્યક્તિગત અનુભવ જણાવતા અનેક મોટા ખુલાસા કર્યા હતાં. સુનંદાએ  કહ્યું કે 30 વર્ષ પહેલા કાશ્મીરમાં આતંકી સંગઠન ઈસ્લામિક સ્ટેટ (ISIS) જેવી ક્રુરતા અને ભયનો માહોલ જોયો છે. ત્યારે પશ્ચિમી દેશોને ઈસ્લામિક આતંકવાદ વિશે ખબર પણ નહતી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રેલવેમાં મળતી સેવા બની મોંઘી : ચા, નાસ્તો અને ભોજનના રેટમાં જંગી વધારો, જાણો કયા ક્લાસમાં કેટલા ભાવ વધ્યા


તેમણે જમ્મુ અને કાશ્મીરમાંથી કલમ 370 હટાવાયા બાદ માનવાધિકારની વાતો કરતા લોકો પર વ્યંગ કરતા કહ્યું કે ત્યારે માનવતાના રક્ષકો ક્યાં હતાં, જ્યારે મારા દાદા મને અને મારી માતાને મારી નાખવા માંગતા હતાં. જેથી કરીને અમે ઈસ્લામિક ક્રુરતાથી બચી શકીએ. સુનંદાએ દુનિયાને જણાવ્યું કે જ્યારે દુનિયા ISIS આતંકીઓની ક્રુરતા અંગે જાણતી પણ નહતી ત્યારે કાશ્મીર તેનાથી પણ વધુ હેવાનિયત ઝેલી રહ્યું હતું. 


જુઓ LIVE TV


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાવો : facebook | twitter | youtube