નવી દિલ્હી: જમ્મૂ-કાશ્મીરમાં પાક અધિકૃત કાશ્મીરમાં આતંકી કૈમ્પો પર ભારતીય વાયુસેના દ્વારા કરવામાં આવેલા હુમલાને ‘મિરાજ-2000’ને અંજામ આપ્યો છે. આ હુમલો વાયુસેનાના ફાઇટર, જેટ અને મિડ રિફ્યૂલર દ્વારા કરવામાં આવ્યો છે. આ સંપૂર્ણ હુમલા વિશે વાયુસેનાના અધિકારીઓએ એનએસએ અજીત ડોવાલ અને પીએમ મોદીને પહેલી જાણકારી આપવામાં આવી હતી. વાયુસેનાએ તેમના એક એક પગલા વિશે પ્રેઝન્ટેશનના માધ્યમથી એનએસએ અને પીએમને જણાવ્યું હતું.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વધુમાં વાંચો: વડા પ્રધાન મોદીએ સાઉથ બ્લોકમાં બેસીને વાયુસેનાના સમગ્ર ઓપરેશનની સતત અપડેટ મેળવી


મંગળવાર સવારે આ ઓપરેશનની શરૂઆત માટે વાયુસેનાના લડાકુ વિમાન મિરાજ-2000 એ ગ્વાલિયર એરબેઝથી ઉડાન ભરી હતી. વાયુસેનાના અર્લી વોર્નિંગ જેટ વિમાનોએ પંજાબના બઠિંગા એરબેઝથી ઉડાન ભરી, ત્યારે હવાની વચ્ચે ઇધણ ભરનાર રિફ્યૂલિંગ ટેન્કરે યુપીના આગરા એરબેઝથી ઉડાન ભરી હતી. આ સાથે જ ઉંચાઇથી નજર રાખવા માટે વાયુસેનાએ તેમના ડ્રોન હેરોન સર્વિલન્સનો ઉપયોગ કર્યો હતો.


વધુમાં વાંચો: ‘ભૂલભૂલૈયા’ જેવી છે ભારત-પાકિસ્તાન વચ્ચેની LOC, આવી સરહદ વિશ્વમાં બીજે ક્યાંય નથી


પાક અધિકૃત કાશ્મીરમાં મુઝફ્ફરાબાદથી પાસે મિરાજ ઘણા નીચે સુધી ગયા હતા. હેરોસ સર્વિલન્સ દ્વારા એર સ્ટ્રાઇક કર્યા પહેલા જ આ વિશે સંપૂર્ણ પ્રેઝન્ટેશન ભારતીય વાયુસેના અને અધિકારીઓએ એનએસએ અજીત ડોવાલ અને પીએમ મોદીને દેખાડી હતી.


વધુમાં વાંચો: રાત્રે 3 વાગે ભારતીય વિમાનોએ ઘડબડાટી બોલાવી, સંભળાયો બ્લાસ્ટનો અવાજ: ઘટનાના સાક્ષીઓ


મળો દુશ્મનના ‘વિનાશ મિરાજ’થી
આ હુમલાને અંજામ આપવા માટે એરફોર્સે મિરાજ-2000નો ઉપયોગ કર્યો હતો. મિરાજ-2000 મલ્ટીરોલ, સિંગલ એન્જિન ફાઇટર પ્લેન છે. મિરાજ 2000 એક સાથે ઘણા નિશાનોઓ પર હુમલો કરી શકે છે. મિરાજ હવામાંથી જમની અને હાવામાંથી હવામાં પણ નિશાન સાધવામાં સક્ષમ છે. તેમાં પારંપરિક અને લેઝર ગાઇડેડ બોમ્બને પણ ફેંકવામાં સક્ષમ છે. મિરાજ-2000માં હથિયારો માટે નવ હાર્ડ પોઇન્ટ છે. પ્લેનની નીટે પાંચ અને બંને તરફના પંખા પર બે હથિયાર છે. મિરાજ 2000ની મહત્તમ ગતિ 2,000 કિમી પ્રતિકલાક છે. મિરાજ-2000 એ 1970માં પહેલી વખત ઉડાન ભરી હતી. મિરાજ 2000 વિમાનોનું નિર્માણ ફ્રાંસમાં કરવામાં આવ્યું છે. રાફેલ બનાવનાર કંપનીએ જ મિરાજનું નિર્માણ કર્યું છે. દુનિયામાં ભારત સહિત 9 દેશ મિરાજ-2000નો ઉપયોગ કરે છે. આ સમયે ભારતની પાસે 51 મિરાજ 2000 વિમાનો છે.


દેશના અન્ય સમાચારો વાંચવા માટે અહીં ક્લિક કરો...