નવી દિલ્હી : મોદી સરકારનો પ્રસ્તાવ જો લાગુ થયો તો તમામ કંપનીઓ અને કંપનીના કર્મચારીઓની લેખીત મંજુરી વગર તેને ઓવરટાઇમ નહી કરાવી શકે. એટલું જ નહી જો તેઓ ઓવરટાઇમ કરાવશે તો તેને સમયગાળા માટે બમણું મહેનતાણું પણ ચુકવવું પડશે. સુરક્ષા વ્યાવસાયિકો, સ્વાસ્થય અને કાર્યદશા પર સંહિતા 2019માં આ પ્રસ્તાવ આપવામાં આવ્યો છે કે જો કોઇ કર્મચારી પાસે ઓવરટાઇમ કરાવવામાં આવે છે, તો તેને આ સમયગાળા દરમિયાન બમણું વેજ અથવા વેતન આપવામાં આવે. જેના બેઝીક પે, મોંઘવારી બથ્થુ અને રિટેન્શનનો સમાવેશ થશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જનાજામાં નમાજ પઢાવવા આવ્યા હતા ઇમામ, મૃતક જીવીત થતા પોતે જ મરી ગયા !
આ અંગે એક બિલ કેન્દ્રીય શ્રમ અને રોજગાર મંત્રી સંતોષ કુમાર ગંગવારે ગત્ત અઠવાડીયે રજુ કર્યું હતું. આ પ્રસ્તાવમાં કહેવાયું છે કે, એમ્પ્લોયર કોઇ પણ કર્મચારીનો લેખિત પરવાનગીએ ઓવરટાઇમ નહી કરાવે. નેશનલ સ્ટેટિક્સ ઓફીસ (NSO) નાં પીરિયોડિક લેબર ફોર્સ સર્વે 2017-18 અનુસાર દેશમાં મહત્તમ કામદારો અઠવાડીયમાં 48 કલાકથી વધારે કામ કરે છે, જે આંતરરાષ્ટ્રીય શ્રમ સંગઠન દ્વારા નિર્ધારિત સમય સીમાથી વધારે છે. સર્વે અનુસાર કર્મચારીઓ અઠવાડીયામાં 53થી 56 કલાક સુધી કામ કરે છે. આ પ્રકારે સ્વરોજગારમાં લાગેલા લોકો અઠવાડીયામાં 46થી 54 કલાક અને કેજ્યુઅલ વર્કર 43થી 48 કલાક સુધી કામ કરે છે. 


કોંગ્રેસમાં પ્રિયંકાને અધ્યક્ષ બનાવવા પ્રબળ સુર, થરૂર બાદ કેપ્ટને પણ કરી માંગ
કાર્યકાળ પુર્ણ થાય એટલે નેતાઓએ તરત ખાલી કરવા પડશે બંગલા: MODI સરકાર લાવશે બિલ
સરકાર આ પ્રસ્તાવ દ્વારા આ પૂર્વ પ્રસ્તાવને હટાવી રહી છે, જેના અનુસાર કોઇ કર્મચારીથી ઓવરટાઇ કામ કરવાની પરવાનગી મળી હતી. આ બિલનું ફોર્મેટ ગત્ત વર્ષે જનતાના મંતવ્ય માટે જાહેર કરવામાં આવ્યું હતું. તેમાં કહેવામાં આવ્યું હતું કે, એક દિવસમાં 10 કલાકથી વધારે કામ કરાવી શકાય નહી, પરંતુ હાલનાં બિલમાં આ પ્રાવધાનનો સમાવેશ કરવામાં આવ્યો નથી.


રશિયા સાથે R-27 અંગે 1500 કરોડની ડીલ, આવી છે મિસાઇલની ખાસિયતો
લઘુત્તમ વેતન નિશ્ચિત કરવાનો પણ પ્રસ્તાવ
ઉલ્લેખનીય છે કે, વરસોનાં પ્રયાસ બાદ કેન્દ્ર સરકારે એકવાર ફરીથી મજુરોનાં હિતોના સંરક્ષણ માટે સંગઠીત અને બિન સંગઠીત સેક્ટરમાં શ્રમ કાયદા સુધાર બિલ 2019 દ્વારા લઘુત્તમ મજુરી વધારવાનો નિર્ણય લીધો છે. ગત્ત વખત એવા પ્રયાસો 2017માં થયો હતો જ્યારે લોકસભામાં મુકાયું હતું અને પછી તેને સ્ટેન્ડિંગ કમિટી સમક્ષ પણ મોકલવામાં આવ્યું હતું જો કે તે પાસ થઇ શક્યું નહોતું અને અભેરાઇએ ચડાવી દેવાયું હતું.


મહારાષ્ટ્ર, ઝારખંડ, હરિયાણા સાથે J-Kમાં પણ વિધાનસભા ચૂંટણીનું આયોજન
આ બિલમાં શ્રમિકોનાં વેતન સાથે જોડાયેલા ચાર હાલનાં કાયદાઓ પેમેન્ટ્સ ઓફ વેજિસ એક્ટ 1936, મિનિમમ વેજીસ એક્ટ 1949, પેમેન્ટ ઓફ બોનસ એક્ટ 1965 અને ઇક્વલ રેમુનરેશન એક્ટ 1976નો એક કોડમાં સમાવેશ કરવાની તૈયારીમાં છે. કોડ ઓન વેજીસમાં લઘુત્તમ મજુરીને દરેક સ્થળ પર એક સમાન લાગુ કરવાનું પ્રાવધાન છે. તેના કારણે દરેક શ્રમિકને સમગ્ર દેશમાં એક સમાન વેતન સુનિશ્ચિત કરવામાં આવી શકે.