કાર્યકાળ પુર્ણ થાય એટલે નેતાઓએ તરત ખાલી કરવા પડશે બંગલા: MODI સરકાર લાવશે બિલ

આ બિલ પાસ થઇ ગયા બાદ દિલ્હીમાં કોઇ સાંસદ, ધારાસભ્ય કોર્ટમાંથી સ્ટે લાવીને બંગ્લામાં ચીપકી નહી રઇ શકે

કાર્યકાળ પુર્ણ થાય એટલે નેતાઓએ તરત ખાલી કરવા પડશે બંગલા: MODI સરકાર લાવશે બિલ

નવી દિલ્હી : કેન્દ્ર સરકારે પોતાનાં મહત્વનાં બિલ પાસ કરાવવા માટે સંસદનું સત્ર વધારી દીધું છે. સરકાર ઝડપથી અનેક બિલ પાસ કરાવવાનાં પ્રયાસો કરી રહી છે. હવે મોદી સરકાર એક મહત્વું બિલ લાવવા જઇ રહી છે. જેના અનુસાર હવે સાંસદો અને ધારાસભ્યોએ કાર્યકાળ પુર્ણ થયા બાદ પોતાનો બંગલો દરેક સ્થિતીમાં ખાલી કરવો પડશે. અત્યાર સુધી એવું નહોતું થતું. નેતાગણ બંગલા પર વર્ષો સુધી કબ્જો જમાવી રાખતા હતા. જેનો ઉકેલ લાવવા માટે સરકાર હવે આ બિલને લાવવા જઇ રહી છે. 

રશિયા સાથે R-27 અંગે 1500 કરોડની ડીલ, આવી છે મિસાઇલની ખાસિયતો
સરકાર The Eviction of illegal occupants on public land bill લાવવાની તૈયારીમાં છે. આ બિલ પાસ થયા બાદ દિલ્હીમાં કોઇ સાંસદ, ધારાસભ્ય, પોતાનો કાર્યકાળ પુર્ણ થયા બાદ બંગલામાં રહેવા માટે કોર્ટમાં નહી જઇ શકે. સરકારી જમીન પર બિનકાયદેસર કબ્જો હટાવવા માટે પણ તેમાં કડક જોગવાઇઓ કરવામાં આવશે. હાલ કોઇ પણ સાંસદ, પૂર્વ સાંસદ એક જ બંગલામાં રહેવા માટે કોર્ટમાં સ્ટે લઇ આવતા હતા. આ બિલ પાસ થઇ ગયા બાદ કોર્ટ આવા કિસ્સાઓમાં સ્ટે નહી આપી શખે. આ બિલ અંગે ચર્ચા દરમિયાન પશ્ચિમી દિલ્હીના સાંસદ પ્રવેશ વર્મા દિલ્હીમાં સરકારી જમીન પર બની રહેલ બિનકાયદેસર મસ્જિદોનો મુદ્દો પણ ઉઠાવ્યો હતો. 

રોસગુલ્લા સામે રસાગોલાની જીત, ઓડિશાના દાવાને સરકારે મંજુર રાખ્યો
લોકસભામાં આ બિલ મંગળવારે રજુ કરવામાં આવી શકે છે. લોકસભામાં સરકાર બિલ પોતાનાં દમ પર પાસ કરાવી શકે તેવી સ્થિતીમાં છે. જો કે રાજ્યસભામાં આ બિલને પાસ કરાવવા માટે સરકાર પાસે પુરતી બહુમતી નથી. જો કે અન્ય દળોની મદદથી તે આ બિલ પાસ કરાવે તેવી શક્યતાઓ સેવાઇ રહી છે. અન્ય દળો સાથે સરકારનાં કેટલાક નેતાઓ સંપર્કમાં છે. જેમની પાસે આ બિલનું સમર્થન કરવા માટે મદદ માંગવામાં આવી શકે છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news