નવી દિલ્હી: ઉત્તર પ્રદેશના ગાઝિયાબાદ જિલ્લાના લોની વિસ્તારમાં વૃદ્ધની પીટાઈનો વીડિયો વાયરલ થવાના મામલે બોલીવુડ અભિનેત્રી સ્વરા ભાસ્કર મુશ્કેલીમાં મૂકાઈ છે. એડવોકેટ અમિત આચાર્યએ દિલ્હીના તિલક માર્ગ પોલીસ સ્ટેશનમાં સ્વરા ભાસ્કર ઉપરાંત અરફા ખાનમ શેરવાની, આસિફ ખાન, ટ્વટિર ઈન્ડિયા અને ટ્વિટર ઈન્ડિયાના હેડ મનિષ મહેશ્વરી વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી છે. હાલ આ મામલે એફઆઈઆર નથી નોંધાઈ પણ પોલીસ મામલાની તપાસ કરી રહી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ભાજપ વિધાયકે રાસુકા લગાવવાની કરી માગણી
આ ઉપરાંત ભાજપના ધારાસભ્ય નંદકિશોર ગુર્જરે રાહુલ ગાંધી, અસદુદ્દીન ઓવૈસી અને સ્વરા ભાસ્કર પર લોનીમાં વૃદ્ધની પીટાઈ મામલે સામાજિક સૌહાર્દ ખરાબ કરવાના હેતુથી ટ્વીટ કરવાનો આરોપ લગાવતા ત્રણેય વિરુદ્ધ રાસુકા (NSA) એટલે કે રાષ્ટ્રીય સુરક્ષા કાયદા હેઠળ કાર્યવાહી કરવાની માગણી કરી છે. ધારાસભ્ય નંદકિશોર ગુર્જર(BJP MLA Nand Kishor Gurjar) એ લોની બોર્ડર પોલીસ મથકમાં  કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી, એઆઈએમઆઈએમ પ્રમુખ અસદુદ્દીન ઓવૈસી (Asaduddin Owaisi)  અને બોલીવુડ અભિનેત્રી સ્વરા ભાસકર વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. 


Ghaziabad Viral Video: રાહુલ ગાંધી, ઓવૈસી અને સ્વરા ભાસ્કર સામે NSA હેઠળ કાર્યવાહીની માગણી


શું છે આ મામલો?
હકીકતમાં સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં એક મુસ્લિમ વૃદ્ધને કેટલાક યુવકો પીટતા જોવા મળી રહ્યા છે. આ ઘટના 5 જૂન 2021ની છે. આ વીડિયો અંગે એવો દાવો થઈ રહ્યો છે કે મુસ્લિમ હોવાના કારણે વૃદ્ધની પીટાઈ કરવામાં આવી છે. પરંતુ પોલીસ તપાસમાં જાણવા મળ્યું કે તે બે પરિવારોની અંગત અદાવતનો મામલો છે. આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ કરીને તેને સાંપ્રદાયિક રંગ આપવાનો પ્રયત્ન કરવામાં આવ્યો. 


Corona: હવે ગર્ભવતી અને સ્તનપાન કરાવતી મહિલાઓ પણ મૂકાવી શકશે કોરોના રસી


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube