મગજના તાવથી 126 બાળકોના મોત, કેન્દ્રીય મંત્રી હર્ષવર્ધન અને બિહારના સ્વાસ્થ્ય મંત્રી પર કેસ
બિહારના મુઝફ્ફરપુરમાં મગજના તાવ AES (એક્યુટ ઈન્સેફેલાઈટિસ સિન્ડ્રોમ)ના કારણે 126થી વધુ બાળકોના મોત થઈ ગયા છે. આ ઘાતક તાવનો પ્રકોપ વધી રહ્યો છે.
મુઝફ્ફરપુર: બિહારના મુઝફ્ફરપુરમાં મગજના તાવ AES (એક્યુટ ઈન્સેફેલાઈટિસ સિન્ડ્રોમ)ના કારણે 126થી વધુ બાળકોના મોત થઈ ગયા છે. આ ઘાતક તાવનો પ્રકોપ વધી રહ્યો છે. તેને લઈને એવું કહેવાય છે કે મુખ્ય રીતે લોકોમાં આ ઘાતક તાવને લઈને જાગરૂકતા ન હોવાના કારણે તે ઝડપથી ફેલાયો છે. આ માટે કેન્દ્ર સરકારથી લઈને રાજ્ય સરકાર બધા જવાબદાર છે. આવામાં કેન્દ્રીય અને રાજ્યના સ્વાસ્થ્ય મંત્રીઓ સામે ફરિયાદ દાખલ થઈ છે. સામાજિક કાર્યકર તમન્ના હાશમી તરફથી મુઝફ્ફરપુર સીજેએમ કોર્ટમાં દાખલ થયેલી આ ફરિયાદ મામલે 24મી જૂને સુનાવણી થશે.
બિહાર: 'મગજના તાવ'ના ભરડામાં ભૂલકાઓ, 110 બાળકોના મોત બાદ મોતિહારીમાં 36 નવા કેસ
મુઝફ્ફરપુરમાં હાલ મગજના તાવના કારણે પીડિત બાળકોથી આખી હોસ્પિટલ ભરાયેલી પડી છે. બાળકોની લાશો પણ જોઈને રૂવાંટા ઊભા થઈ જાય છે. આ પ્રકોપ માટે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી અને રાજ્ય સરકારના સ્વાસ્થ્ય મંત્રીને મુખ્ય રીતે જવાબદાર ઠેરવવામાં આવી રહ્યાં છે.
જુઓ LIVE TV
ડોક્ટરોની આજે દેશવ્યાપી હડતાળ, હોસ્પિટલોમાં ઓપીડી બંધ, દર્દીઓની હાલત ખરાબ
અત્રે જણાવવાનું કે બિહારમાં AESનો પ્રકોપ છેલ્લા પાંચ વર્ષથી વકરી રહ્યો છે. આવામાં ન તો રાજ્ય સરકાર કે ન તો કેન્દ્ર સરકાર તરફથી આ અંગે કોઈ કામ કરવામાં આવ્યું. લોકોમાં પણ જાગરૂકતા માટે કોઈ મોટી પહેલ કરાઈ નહીં. તાજેતરમાં મુખ્યમંત્રી નીતિશકુમારે કહ્યું હતું કે આ વર્ષે પ્રકોપ એટલા માટે વધ્યો છે કારણ કે તેના પ્રત્યે લોકોમાં જાગરૂકતાની ઉણપ આવી છે.
દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...