નવી દિલ્હી: રાજધાની દિલ્હીમાં કોરોનાના કારણે હાલાતમાં જરાય સુધારો જોવા મળી રહ્યો નથી જેને પગલે રાજ્ય સરકારે લોકડાઉન એક અઠવાડિયા માટે લંબાવ્યું છે. સીએમ અરવિંદ કેજરીવાલે આ જાહેરાત કરી. તેમણે કહ્યું કે અમે વિચાર કર્યા બાદ આ નિર્ણય લીધો છે. પ્રેસ કોન્ફરન્સ દરમિયાન કેજરીવાલે કહ્યું કે દિલ્હીમાં કોરોનાના કેસ ઝડપથી વધી રહ્યા છે. આથી દિલ્હીમાં લોકડાઉન લગાવવું જરૂરી થઈ ગયું હતું. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સીએમ કેજરીવાલે કહ્યું કે કોરોનાને પહોંચી વળવા માટે લોકડાઉન અંતિમ હથિયાર છે. જે રીતે કેસ વધી રહ્યા હતાં આ આખરી હથિયારનો ઉપયોગ જરૂરી બની ગયો હતો. હજુ પણ કોરોનાનો પ્રકોપ ચાલુ છે. આથી અમે રાજ્યમાં લોકડાઉન આગળ વધારવાનો નિર્ણય લીધો છે. આ લોકડાઉન 3જી મે સવારે પાંચ વાગ્યા સુધી આગળ વધારવામાં આવ્યું છે. 


અત્રે જણાવવાનું કે દિલ્હીમાં પોઝિટિવિટી રેટ 32 ટકા ઉપર જોવા મળી રહ્યો છે. ઓક્સિજન સંકટ પણ છે. બેડ્સની પણ ભારે અછત છે જેના કારણે હાલ સરકારને લોકડાઉન વધારવા સિવાય બીજો કોઈ રસ્તો જોવા મળી રહ્યો નથી.