નવી દિલ્હીઃ Congress News: ભારત જોડો યાત્રા બાદ કોંગ્રેસે પોતાના આગામી અભિયાનની જાહેરાત કરી દીધી છે. કોંગ્રેસે રવિવારે કહ્યું કે ભારત જોડો યાત્રા બાદ તે આગામી 26 જાન્યુઆરીથી દેશભરમાં 'હાથ સે હાથ જોડો' અભિયાન શરૂ કરશે. આ અભિયાનમાં પાર્ટી બ્લોક, પંચાયત અને બૂથ સ્તર પર જનસંપર્ક કરશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પાર્ટીના સંગઠન મહાસચિવ કેસી વેણુગોપાલે જણાવ્યું કે ભારત જોડો યાત્રાના સમાપન બાદ આગામી 26 જાન્યુઆરીથી દેશભરમાં હાથ સે હાથ જોડો અભિયાન શરૂ કરવામાં આવશે, જે હેઠળ બ્લોક, પંચાયત અને બૂથ સ્તર પર લોકો સાથે સંપર્ક કરવામાં આવશે. 


બે મહિના સુધી ચાલશે આ અભિયાન
વેણુગોપાલે જણાવવ્યું કે બે મહિના સુધી ચાલનારા આ અભિયાનમાં રાહુલ ગાંધીનો પત્ર પણ લોકોને સોંપવામાં આવશે જેમાં યાત્રાનો સંદેશ હશે તથા તેની સાથે નરેન્દ્ર મોદી સરકાર વિરુદ્ધ આરોપ પત્ર પણ સંકળાયેલો હતો. 


આ પણ વાંચોઃ ભારતમાં દવાઓના વેચાણમાં થતાં ગોરખધંધા હવે નહીં ચાલે! સરકારનો મહત્ત્વનો નિર્ણય


શું-શું હશે આ અભિયાનમાં?
પાર્ટી મહાસચિવ જયરામ રમેશે જણાવ્યું કે ભારત જોડો યાત્રા 24 ડિસેમ્બરે દિલ્હી પહોંચશે તથા 26 જાન્યુઆરી સુધી શ્રીનગરમાં તેનું સમાપન થશે. તેમણે કહ્યું- આ યાત્રા બાદ હાથ સે હાથ જોડો અભિયાન હેઠળ ત્રણ સ્તરીય કાર્યક્રમ હશે. બ્લોક અને બૂથ સ્તર પર યાત્રાઓ થશે. જિલ્લા સ્તર પર અધિવેશન થશે તથા રાજ્ય સ્તર પર રેલીઓ થશે. 


કોંગ્રેસ નેતાએ કહ્યું કે પાર્ટી અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે, પાર્ટી મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રા અને પાર્ટીના અન્ય વરિષ્ઠ નેતા હાથ સે હાથ જોડો અભિયાન સંબંધિત કાર્યક્રમોમાં સામેલ થશે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube