જમ્મુ: કોંગ્રેસે જમ્મુ અને કાશ્મીર રાજ્યમાં સીમાંકન પ્રક્રિયાનું આજે સમર્થન કર્યું અને કહ્યું કે આ પ્રક્રિયાને બને તેટલા ઓછા સમયમાં પૂરી કરવી જોઈએ. જમ્મુ અને કાશ્મીર કોંગ્રેસની આ ટિપ્પણી એ અહેવાલો બાદ આવી છે કે જેમાં કહેવાયું છે કે કેન્દ્ર સરકાર વિધાનસભા વિસ્તારોના દાયરા અને આકારના પુર્ન નિર્ધારણ તથા અનુસૂચિત જાતિઓ માટે અનામત બેઠકોની સંખ્યા નિર્ધારીત કરવા માટે સીમાંકન આયોગની રચના પર વિચાર કરી રહી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મુંબઈથી ગુજરાતના આ શહેર વચ્ચે આગામી અઠવાડિયે થશે 'વંદે ભારત' જેવી ટ્રેનની ટ્રાયલ


જમ્મુ અને કાશ્મીર પ્રદેશ કોંગ્રેસ કમિટીના મુખ્ય પ્રવક્તા રવિન્દર શર્માએ કહ્યું કે, "પાર્ટી રાજ્યમાં વિધાનસભા ચૂંટણી અગાઉ સમયબદ્ધ રીતે જેમ બને તેમ જલ્દી સીમાંકનના પક્ષમાં છે." તેમણે કહ્યું કે સીમાંકનનું કામ બંધારણ મુજબ થવું જોઈએ અને કાયદા હેઠળ માપદંડો તથા પ્રક્રિયાનું ધ્યાન રાખતા વસ્તી, ક્ષેત્ર, વિસ્તારો અને આ પ્રકારના અન્ય માનકો પર વિચાર કરીને પ્રત્યેક ક્ષેત્રની સાથે સંપૂર્ણ ન્યાય સુનિશ્ચિત થવો જોઈએ. 


જુઓ LIVE TV


આર્થિક વિકાસને ગતિ આપવા અને રોજગારની તકો વધારવા મોદી સરકારે લીધુ મોટું પગલું 


જો કે  કોંગ્રેસે આગામી વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને ભાજપ પર શંકા પણ વ્યક્ત કરી છે તથા કહ્યું કે આ ભગવા પાર્ટીનો વધુ એક ચૂંટણી પેંતરો હોવો જોઈએ નહીં. કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહને મંગળવારે જમ્મુ-કાશ્મીરમાં સ્થિતિ પર વિસ્તૃત રજુઆત કરવામાં આવેલી છે. કહેવાય છે કે ભાજપ વિધાનસભામાં જમ્મુ વિસ્તારની વધુ સીટો રાખવા માટે સીમાંકન પર ભાર મૂકી રહ્યો છે. 


દેશના વધુ સમચારો વાંચવા માટે કરો ક્લિક...