મુંબઈથી ગુજરાતના આ શહેર વચ્ચે આગામી અઠવાડિયે થશે 'વંદે ભારત' જેવી ટ્રેનની ટ્રાયલ

નવી દિલ્હી અને વારાણસી વચ્ચે વંદે ભારત એક્સપ્રેસની સફળતાથી ઉત્સાહિત રેલવે મુંબઈથી પુણે, નાસિક તથા વડોદરા વચ્ચે પણ આવી સેમી હાઈ સ્પીડવાળી ટ્રેનો ચલાવવાની સંભાવના શોધવાની યોજના ઘડી રહ્યાં છે. વંદે ભારત એક્સપ્રેસથી નવી દિલ્હી અને વારાણસી વચ્ચે મુસાફરીનો સમય 40 ટકા ઓછો થઈ ગયો છે. 

Updated By: Jun 5, 2019, 10:27 PM IST
મુંબઈથી ગુજરાતના આ શહેર વચ્ચે આગામી અઠવાડિયે થશે 'વંદે ભારત' જેવી ટ્રેનની ટ્રાયલ

મુંબઈ: નવી દિલ્હી અને વારાણસી વચ્ચે વંદે ભારત એક્સપ્રેસની સફળતાથી ઉત્સાહિત રેલવે મુંબઈથી પુણે, નાસિક તથા વડોદરા વચ્ચે પણ આવી સેમી હાઈ સ્પીડવાળી ટ્રેનો ચલાવવાની સંભાવના શોધવાની યોજના ઘડી રહ્યાં છે. વંદે ભારત એક્સપ્રેસથી નવી દિલ્હી અને વારાણસી વચ્ચે મુસાફરીનો સમય 40 ટકા ઓછો થઈ ગયો છે. 

આર્થિક વિકાસને ગતિ આપવા અને રોજગારની તકો વધારવા મોદી સરકારે લીધુ મોટું પગલું 

રેલવે બોર્ડના સભ્ય (રોલિંગ સ્ટોક) રાજેશ અગ્રવાલે કહ્યું કે, "અમે એ જાણવા માંગીએ છીએ કે શું આવી જ ટ્રેન મુંબઈથી પુણે, મુંબઈથી નાસિક, મુંબઈથી વડોદરા વચ્ચે પણ ચલાવી શકાય. આવતા અઠવાડિયાથી પ્રાયોગિક સ્તરે આવી ટ્રેનો દોડાવવામાં આવશે."

મોદી સરકારે સુરક્ષા મુદ્દે સૌથી શક્તિશાળી કમિટીની રચના કરી, શાહ સહિત આ મંત્રીઓ સામેલ 

તેમણે વધુમાં કહ્યું કે, "અમે વંદે ભારતની પેટર્ન પર આગામી અઠવાડિયાથી આવી ટ્રેનોનું પ્રાયોગિક પરિક્ષણ શરૂ કરવા જઈ રહ્યાં છીએ. એક એસી ઈએમયુ રેક અને એક બિન એસી મેમુ રેક મધ્ય અને પશ્ચિમ રેલવેને આપવામાં આવશે. જો પરિક્ષણ યોજના મુજબ યોગ્ય રહેશે તો અમે મુંબઈથી પુણે, અને નાસિક વચ્ચે મુસાફરીનો સમય ઘટાડીને બે કલાકથી ઓછો કરી લઈશું."

જુઓ LIVE TV

તેમણે કહ્યું, "અંતિમ નિર્ણય હજુ સુધી લેવાયો નથી. હાલ અમે ફક્ત સંભાવના શોધી રહ્યાં છીએ." તેમણે કહ્યું કે રેલ માર્ગો પર અત્યાધિક ટ્રાફિક અને ટ્રેકો સહિત ઈન્ફ્રાસ્ટ્રક્ચરનું અપગ્રેડેશન રેલવે સામે મોટા પડકારો છે. 

દેશના વધુ સમચારો વાંચવા માટે કરો ક્લિક...