નવી દિલ્હી : રાફેલ ડીલ મુદ્દે કોંગ્રેસ સતત સરકાર પર શાબ્દિક પ્રહારો કરતી જઇ રહી છે. હવે કોંગ્રેસે રાષ્ટ્રીય રાજદાની દિલ્હીના કનોટ પ્લેસમાં રિપબ્લિક પરેડની જેમ જ રાફેલ પરેડ કાઢી હતી. આ પરેડમાં નકલી રાફેલ વિમાનની ઝાંખીનો પણ સમાવેશ થાય છે. આ દરમિયાન કોંગ્રેસી કાર્યકર્તાઓ વડાપ્રધાન મોદી અને અનિલ અંબાણીના મુખોટા પણ લગાવેલા જોવા મળ્યા હતા. 

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અગાઉ શનિવારે જ કોંગ્રેસે કેન્દ્ર સરકારે પુછ્યું કે લડાયક વિમાનનું મુલ્ય કઇ રીતે વધી ગયું, જ્યારે તેના માટે કરવામાં આવ્યું ભારત વિશિષ્ઠ અન્નયન તે જ છે. જે યુપીએના શાસનકાળ દરમિયાન નિશ્ચિત થયું હતું. કોંગ્રેસના પ્રવક્તા રણદીપ સુરજેવાલે વડાપ્રધાન મોદી અને સંરક્ષણ મંત્રી નિર્મલા સંરક્ષણ મંત્રી નિર્મલા સીતારમણે આ અંગે જવાબ માંગતા પુછ્યું કે જ્યારે તેની સાથે જોડાયેલી પ્રણાલી અને હથિયાર ત્યાં જ છે, જેને યુપીએના શાસનકાળમાં ભારતીય વાયુસેનાએ મંજુરી આપી હતી, તો પ્રતિ વિમાન ખર્ચ કઇ રીતે વધી ગયો ?

કોંગ્રેસ નેતાએ એનડીએ સરકાર પર રાષ્ટ્રીય સુરક્ષા સમજુતી કરવાનો આરોપ લગાવતા કહ્યું કે, ભાજપ નેતૃત્વ વાળી કેન્દ્ર સરકારે કથિત રીતે ટેક્નોલોજીના હસ્તાંતરણનો કેસ છોડી દીધો અને રાફેલ સોદા હેઠલ વિમાનોની સંખ્યા પણ 126થી ઘટાડીને 36 કરી દીધી છે. 

સુરજેવાલે કહ્યું કે, તે સ્પષ્ટ છે કે મોદી અને સીતારમણે સંસદની અંદર અને બહાર જે ભારત વિશિષ્ટ ઉન્નયનનો ઉલ્લેખ કર્યો હતો તે પણ એ જ છે. જે અંગે કોંગ્રેસના નેતૃત્વવાળી યુપીએ સરકાર દ્વારા 126 રાફેલ લડાયક વિમાનની માહિતી ઇશ્યું કરતા પહેલા વાયુસેનાએ નિર્ણય કર્યો હતો. 

કોંગ્રેસે દાવો કર્યો કે યુપીએના શાસન દરમિયાન એવિએશન સાથે જોડાયેલા કર્મચારીઓની ગુણાત્મક જરૂરિયાત હેઠલ 13 ભારત- વિશિષ્ઠ ટેક્નોલોજીનો નિર્ણય લીધો હતો. તેના રડાર ઉન્નયન, હેલમેટ માઉન્ટેડ ડિસપ્લે, ટોડ ડિકાય સિસ્ટમ, લો-બૈંડ જામર, રેડિયો એલિમીટર અને ઉંચાઇવાળા ક્ષેત્રોમાં બનેલા એરફિલ્ડમાં સંચાલનની ક્ષમતાનો સમાવેશ થાય છે.