નવી દિલ્હી : કેમ્બ્રીજન એનાલિટિકા ફર્મ સાથે સંબંધ અંગે ઘેરાયેલી કોંગ્રેસ માટે ફરી એકવાર ચિંતાના સમાચાર આવ્યા છે. કોંગ્રેસનાં બળવાખોર શહેઝાદ પુનાવાલાએ એક રિપોર્ટ રિલિઝ કર્યો છે. તેમનો દાવો છે કે કેમ્બ્રિજ એનાલિટિકાએ કોંગ્રેસ પાર્ટીને લોકસભા ચૂંટણી મેનેજમેન્ટ માટે પિચ (રજુઆત) કરી હતી. 49 પેજનાં આ રિપોર્ટને કેમ્બ્રિજ એનાલિટિકાએ તૈયાર કર્યો છે. આ રિપોર્ટનું નામ "ડેટા ડ્રિવન કેમ્પેઇન : ધ પાથ ઓફ ધ 2019 લોકસભા" છે. આ રિપોર્ટને ઓગષ્ટ 2017માં તૈયાર કરવામાં આવ્યા હતા. અને કોંગ્રેસ હાઇકમાન્ડની સામે રજુ કરવામાં આવ્યા હતા. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જો કે કોંગ્રેસ પાર્ટી અત્યાર સુધી કેમ્બ્રિજ એનાલિટિકાની સાથે કોઇ પણ પ્રકારનાં સંબંધો હોવાનો ઇન્કાર કરતી રહી છે. રિપોર્ટ અનુસાર આ પ્લાનને કેમ્બ્રિજ એનાલિટિકાનાં પુર્વ સીઇઓ એલેક્ઝાન્ટર નિક્સે તૈયાર કર્યા હતા. તે કર્ણાટક, મધ્યપ્રદેશ અને છત્તીસગઢ વિધાનસભાની ચૂંટણીનો પ્લાન પણ રજુ કર્યો હતો. તે ઉપરાંત રાષ્ટ્રીય સ્તર પર લોકોનાં ડેટા કઇ પ્રકારે તૈયાર કરવામાં આવે તે અંગે પણ પ્લાન રજુ કરવામાં આવ્યા હતા. 

આ ડોક્યુમેન્ટનાં અનુસાર આ રિસર્ચની કુલ કિંમત 3,89,460 ડોલર જણાવાઇ છે. જો કે પૂનાવાલાએ દાવો કર્યો કે આ ડીલ આશરે 200થી 500 કરોડ રૂપિયાની હતી. આ એનાલિસિસનો સંપુર્ણ ઇરાદો  ડેટા માઇનિંગ, નેશનલ ડેટા એનાલિસિસ, ડેટા ડ્રિવન કેમ્પેઇન, મીડિયા મોનિટરિંગ કરવાની વાત કરવામાં આવી હતી. તેનાં આ રિપોર્ટમાં કેમ્બ્રિજ એનાલિટીકાએ અમેરિકાનાં રાષ્ટ્રપતિ માટે ચલાવાયેલા કેમ્પેઇનનો ઉલ્લેખ પણ કર્યો છે. તેમાં જણાવાયું છે કે એન્જિનિયર વેબસાઇટ, મોબાઇલ એપ્સ, ટ્વીટર, ફેસબુક દ્વારા ડેટાને એકત્ર કરશે. તેમાં જણાવવામાં આવ્યું કે, જેવી રીતે કોંગ્રેસની વેબસાઇટ પર આવશે અથવા ફરીથી કોંગ્રેસનાં કાર્યકર્તાઓ સાથે જોડાશે તો તેની માહિતી આપોઆપ રેકોર્ડ થઇ જશે. 

પુનાવાલાએ દાવો કર્યો કે, આ પ્રેઝન્ટેશન એલેક્ઝેન્ટર નિક્સ દ્વારા રાહુલ ગાંધી સામે રજુ કરવામાં આવી હતી. તેમણે કહ્યું કે, છેલ્લા થોડા દિવસોમાં રાહુલ ગાંધીનાં સોશ્યલ મીડિયામાં જે પ્રકારે ફેરફાર આવ્યા છે તે તેનું જ એક ઉદાહરણ છે.