લખનઉઃ ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણી (UP Assembly Election) માં કોંગ્રેસને મોટો ઝટકો લાગ્યો છે. બરેલી કેન્ટ (Bareilly Cantt) થી કોંગ્રેસના ઉમેદવાર (Congress Candidate) સુપ્રિયા એરન  (Supriya Aron) સપામાં સામેલ થઈ ગયા છે. સપા પ્રમુખ અખિલેશ યાદવે તેમને પાર્ટીમાં સામેલ કરાવ્યા છે. સુપ્રિયા એરન પૂર્વ મેયર છે. સુપ્રિયા એરનના પતિ પ્રવીણ એરન પૂર્વ સાંસદ છે. તે પણ સપામાં સામેલ થયા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પોતાના જૂના ઘરમાં પરત આવી સુપ્રિયા એરન
આ તક પર સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવે કહ્યુ કે, પાર્ટીમાં સુપ્રિયા એરનનું સ્વાગત છે. તે કોઈ બહારથી પાર્ટીમાં આવ્યા નથી પહેલા સપા સાથે હતા. યૂપીમાં સમાજવાદી પાર્ટીની સરકાર બનવા જઈ રહી છે. જનતા  સમાજવાદી પાર્ટી તરફ જોઈ રહી છે. 


આ પણ વાંચોઃ Punjab Election: અકાલી દળે જણાવ્યું CM ચન્ની અને હનીનું કનેક્શન, લગાવ્યા મોટા આરોપ


અખિલેશ યાદવે મોટા વચનો આપ્યા
સપા સુપ્રીમો અખિલેશ યાદવે કહ્યું કે અમે યુપીના લોકો માટે કેટલાક નિર્ણયો લીધા છે. સપાએ નવા વર્ષે નિર્ણય લીધો હતો કે જો યુપીમાં સરકાર આવશે તો 300 યુનિટ મફત વીજળી આપવામાં આવશે. ખેડૂતોને સિંચાઈ માટે મફત વીજળી આપશે. અમે અગાઉની સરકારમાં પણ લેપટોપનું વિતરણ કર્યું હતું, દરેક લેપટોપની પોતાની વાર્તા છે, જેને લેપટોપ મળ્યું તેને ઘણી મદદ મળી.


આઈટી સેક્ટરમાં 22 લાખ નોકરી- અખિલેશ યાદવ
સમાજવાદી પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અખિલેશ યાદવે કહ્યુ કે, આ જે 22 તારીખ છે, અમા રો નારો છે 22માં બાઇસિકલ. તેમણે કહ્યું કે, સરકાર બનવા પર અમે માત્ર આઈટી સેક્ટરમાં યૂપીના યુવાનોને 22 લાખ નોકરીઓ અને રોજગાર આપીશું. આઈટી સેક્ટરમાં રોજગારની ખુબ સંભાવનાઓ છે. યૂપીમાં આઈટી હબ બનાવવામાં આવશે. 


આ પણ વાંચોઃ નવા ભારતનું સપનું જિલ્લા અને ગામડાથી પૂરુ થશે, જિલ્લાધિકારીઓ સાથે વાતચીતમાં બોલ્યા PM   


અખિલેશ યાદવે યૂપી વિધાનસભા ચૂંટણીના ઓપિનિયન પોલ પર કહ્યુ કે તમામ સર્વે ફેલ થશે. ભાજપના ધારાસભ્યોને ગામમાં ઘુસવા દેવામાં આવતા નથી. જો તે જીતી રહ્યાં છે તો લોકો કેમ તેનો વિરોધ કરી રહ્યાં છે? ભાજપની વિદાય નક્કી છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube