નવા ભારતનું સપનું જિલ્લા અને ગામડાથી પૂરુ થશે, જિલ્લાધિકારીઓ સાથે વાતચીતમાં બોલ્યા PM
PM Narendra Modi interact with DMs: પ્રધાનમંત્રી મોદીએ કહ્યુ- દરેક મહત્વકાંક્ષિ જિલ્લામાં જનધન ખાતામાં 4-5 ગણી વૃદ્ધિ થઈ છે. લગભગ દરેક પરિવારને શૌચાલય મળ્યું છે અને દરેક ગામ સુધી વીજળી પહોંચી છે.
Trending Photos
નવી દિલ્હીઃ PM Narendra Modi interact with DMs: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ (Narendra Modi) આજે દેશના વિભિન્ન જિલ્લાધિકારીઓ સાથે વીડિયો કોન્ફરન્સ દ્વારા વાતચીત કરી છે. આ દરમિયાન પીએમ મોદીએ કહ્યુ કે છેલ્લા 4 વર્ષમાં દેશના લગભગ દરેક મહત્વાકાંક્ષી જિલ્લામાં જનધન ખાતામાં 4થી 5 ગણી વૃદ્ધિ થઈ છે. લગભગ દરેક પરિવારને શૌચાલય મળ્યું છે અને દરેક ગામમાં વીજળી પહોંચી છે. વીજળી માત્ર ગરીબના ઘરમાં નથી પરોંચી પરંતુ લોકોના જીવનમાં ઉર્જાનો સંચાર થયો છે.
બીજાના સપનાને પૂરા કરવા આપણી સફળતાનો માપદંડ બનાવોઃ મોદી
પીએમ મોદીએ કહ્યુ- આજે મહત્વાકાંક્ષી જિલ્લા દેશને આગળ વધારવાનો અવરોધ સમાપ્ત કરી રહ્યાં છે. તમારા બધાના પ્રયાસોથી મહત્વાકાંક્ષી જિલ્લા આજે ગતિરોધકની જગ્યાએ ગતિવર્ધક બની રહ્યાં છે, જે જિલ્લાઓ એક સમયે ઝડપી પ્રગતિ કરતા ગણાતા હતા, આજે આ મહત્વાકાંક્ષી જિલ્લાઓ પણ અનેક માપદંડોમાં સારી કામગીરી બતાવી રહ્યા છે. તે ફરજ માર્ગ ઇતિહાસ રચે છે. આજે આપણે એ જ ઈતિહાસ દેશના મહત્વાકાંક્ષી જિલ્લાઓમાં રચાતા જોઈ રહ્યા છીએ.
District administrations have an important role in good governance. It helps govt to implement the schemes in a better way. Detail guidelines should be made for field visits & inspections: PM Modi
CMs of several states also took part in the interaction. pic.twitter.com/R0CbkX03jc
— ANI (@ANI) January 22, 2022
પીએમ મોદીએ વધુમાં કહ્યું કે, "જે લોકો મહત્વાકાંક્ષી જિલ્લાઓમાં રહે છે તેઓ આગળ વધવાની ઝંખના ધરાવે છે. આ લોકોએ જીવનનો મોટાભાગનો સમય વંચિતતા, મુશ્કેલીઓમાં વિતાવ્યો છે. તેઓએ દરેક નાની વસ્તુઓ માટે સખત મહેનત કરી છે, તેથી તે લોકો હિંમત બતાવવા અને જોખમ લેવા માટે તૈયાર છે." તેમણે કહ્યું, "દેશ ડિજિટલ ઈન્ડિયાના રૂપમાં એક મૂક ક્રાંતિનો સાક્ષી છે. આમાં આપણો કોઈ જિલ્લો પાછળ ન રહેવો જોઈએ. તે ખૂબ જ મહત્વપૂર્ણ છે કે ડિજિટલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર આપણા દેશના દરેક ગામ સુધી પહોંચવું જોઈએ, જે સેવાઓ અને સુવિધાઓની ડોર સ્ટેપ ડિલિવરીનું માધ્યમ બની રહ્યું છે.
આ પણ વાંચોઃ Assembly Election 2022: યૂપીમાં પ્રિયંકા ગાંધી હશે કોંગ્રેસનો મુખ્યમંત્રી ચહેરો? જાણો શું મળ્યો જવાબ
સામૂહિક અભિગમ સાથે કામ કરવું પડશે - પીએમ મોદી
પ્રધાનમંત્રી મોદીએ કહ્યું કે, "સરકારના વિવિધ મંત્રાલયો, વિવિધ વિભાગોએ આવા 142 જિલ્લાઓની યાદી તૈયાર કરી છે. એક કે બે માપદંડો પર કે જેના પર આ 142 વિવિધ જિલ્લાઓ પાછળ છે, હવે આપણે એ જ સામૂહિક અભિગમ સાથે કામ કરવું પડશે જે રીતે આપણે મહત્વાકાંક્ષી જિલ્લાઓમાં કરીએ છીએ.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે