Congress Candidate List 2021: બંગાળ ચૂંટણી માટે કોંગ્રેસે પ્રથમ યાદીમાં 13 ઉમેદવારો કર્યા જાહેર
પશ્ચિમ બંગાળ ચૂંટણી માટે કોંગ્રેસે પ્રથમ અને બીજા તબક્કા માટે 13 ઉમેદવારોના નામની જાહેરાત કરી છે.
નવી દિલ્હીઃ કોંગ્રેસે પશ્ચિમ બંગાળ ચૂંટણી (West Bengal Election 2021) માટે ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી છે. પાર્ટીએ પ્રથમ તબક્કા માટે 5 સીટો અને બીજા તબક્કા માટે 8 ઉમેદવારોની જાહેરાત કરી છે. મહત્વનું છે કે રાજ્યમાં કોંગ્રેસ, વામ દળ અને આઈએસએફ સાથે મળીને ચૂંટણી લડી રહ્યાં છે. શુક્રવારે લેફ્ટ પાર્ટીએ પણ પોતાના કેટલાક ઉમેદવારોના નામની જાહેરાત કરી હતી.
આ પહેલા સત્તામાં રહેલી ટીએમસીએ શુક્રવારે પોતાના ઉમેદવારાના નામની જાહેરાત કરી હતી. ત્રણેય સીટોને છોડીને રાજ્યની 291 સીટો પર ટીએમસીએ ઉમેદવાર ઉતારી દીધા છે. આ દરમિયાન મમતા બેનર્જીએ જાહેરાત કરી હતી કે નંદીગ્રામથી ચૂંટણી લડશે. તો ભાજપે શનિવારે પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણી માટે પોતાના ઉમેદવારોનું પ્રથમ લિસ્ટ જાહેર કર્યું હતું.
નંદીગ્રામથી ટિકિટ મળવા પર બોલ્યા અધિકારી, 50 હજાર મતોથી હારશે મમતા બેનર્જી
ત્રીજા તબક્કાનું મતદાન 6 એપ્રિલે થશે, જ્યાં 31 સીટો માટે લોકો પોતાના મતાધિકારનો પ્રયોગ કરશે. 10 એપ્રિલે ચોથા તબક્કાની 44 સીટો પર મતદાન થશે. પાંચમાં તબક્કામાં 17 એપ્રિલ માટે 45 સીટો, આ સિવાય 22 એપ્રિલે છઠ્ઠા તબક્કામાં 41 સીટો, 26 એપ્રિલે સાતમાં તબક્કામાં 36 સીટો તો છેલ્લા અને આઠમાં તબક્કામાં 35 સીટો પર મતદાન થશે. પરિણામ 2 મેએ પરિણામ જાહેર થશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube