Nandigram થી ટિકિટ મળવા પર Suvendu Adhikari નો પડકાર, કહ્યું- Mamta Banerjee 50 હજાર મતોથી હરાવીશ

પશ્ચિમ બંગાળની નંદીગ્રામ સીટથી ભાજપની ટિકિટ મળતા શુભેંદુ અધિકારી (Suvendu Adhikari) એ પોતાના વિરોધી મમતા બેનર્જીને પડકાર ફેંક્યો છે. તેમણે કહ્યું કે, મમતા બેનર્જીને મોટા અંતરથી હરાવીને પરત કોલકત્તા મોકલી આપશે. 
 

Nandigram થી ટિકિટ મળવા પર Suvendu Adhikari નો પડકાર, કહ્યું- Mamta Banerjee 50 હજાર મતોથી હરાવીશ

કોલકત્તાઃ ભાજપ તરફથી પશ્ચિમ બંગાળ  (West Bengal Election 2021) ની નંદીગ્રામ સીથી ટિકિટ મળ્યા બાદ શુભેંદુ અધિકારી (Suvendu Adhikari)  સીએમ અને પોતાના વિરોધી મમતા બેનર્જી  (Mamta Banerjee) ને મોટો પડકાર આપ્યો છે. તેમણે કહ્યું કે, મમતા બેનર્જી આ સીટ પરથી 50 હજાર કરતા વધુ મતોથી હારશે. 

મમતાને નંદીગ્રામથી હરાવીને કોલકત્તા મોકલી આપીશ
શુભેંદુ અધિકારી (Suvendu Adhikari) એ કહ્યુ નંદીગ્રામ (Nandigram) ની ચૂંટણી તેમના માટે મોટો પડકાર નથી. તેમણે કહ્યું, હું નંદીગ્રામમાં મમતા બેનર્જીને હરાવીને પરત કોલકત્તા મોકલીશ. તેઓ આ ચૂંટણીમાં મોટા અંતરથી હારવાના છે. તેમણે કહ્યું કે, કોલકત્તાના લોકોની સાથે જે અત્યાચાર થયા છે. તેમની સાથે જે ગુંડાગર્દી થઈ છે. આવનારી ચૂંટણીમાં જનતા તેનો જવાબ આપશે. 

પાર્ટી જે જવાબદારી આપશે, નિષ્ઠાથી નિભાવિશ
બંગાળમાં ચૂંટણી જીતવા પર તેઓ શું ભાજપ તરફથી સીએમ પદના ઉમેદવાર હશે. આ સવાલ પર અધિકારીએ (Suvendu Adhikari) કહ્યુ કે, આવા કાલ્પનિક સવાલોનો જવાબ આપતા નથી. તેમણે કહ્યું કે, ભાજપ એક સંગઠિત અને અનુશાસિત પાર્ટી છે. અહીં પર બધા કાર્યકર્તા એક ટીમના રૂપમાં કામ કરે છે. તેમણે કહ્યું કે, પાર્ટી તેમને જે જવાબદારી આપશે, તે નિષ્ઠાથી કામ કરીશ. 

ભાજપે પ્રથમ યાદીમાં 57 ઉમેદવારોના નામ જાહેર કર્યા
મહત્વનું છે કે ભાજપે શનિવારે પશ્ચિમ બંગાળ (West Bengal Election 2021) માટે ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી દીધી છે. આ યાદીમાં 57 ઉમેદવારોને ટિકિટ આપવામાં આવી છે. નંદીગ્રામ સીટ પર સીએમ અને ટીએમસીના પ્રમુખ મમતા બેનર્જીની સામે શુભેંદુ અધિકારીને મેદાનમાં ઉતાર્યા છે. શુભેંદુ અધિકારી પહેલા ટીએમસીમાં રહી ચુક્યા છે અને પોતાની પૂર્વ પાર્ટીની કાર્યપ્રણાલીથી પરિચિત છે. તેવામાં નંદીગ્રામની ચૂંટણી રસપ્રદ થવાની આશા વ્યક્ત કરવામાં આવી રહી છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news