પટના : ભાજપ રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહના બિહાર મુલાકાત મુદ્દે વિપક્ષી પાર્ટીઓમાં પણ ઉતલ પાથલ મચી ગઇ છે. લોકસભા ચૂંટણી 2019ના મુદ્દે સહયોગીઓને સાધવાનો પ્રયાસ કરી રહેલ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષે નીતિશ સાથે મુલાકાત બાદ સંદેશ આપ્યો કે તેમનું ગઠબંધન યોગ્ય રીતે ચાલી રહ્યું છે. બંન્ને નેતાઓએ આવતા વર્ષે યોજાનાર લોકસભા ચૂંટણી સહિત અલગ અલગ મુદ્દાઓ પર આશરે 45 મિનિટ સુધી વાતચીત કરી હતી. બિહારમાં લોકસભાની 40 સીટો છે અને ભાજપ ઇચ્છે છે કે કોઇ પણ પ્રકારે જેડીયુની સાથે મળીને તેઓ આ 40માંથી 40 સીટો પર જીત નોંધાવશે. 

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જો કે ભાજપ અધ્યક્ષની મુલાકાત ઉપરાંત કોંગ્રેસે પણ પોતાનાં ચાણક્યને મેદાનમાં ઉતાર્યા છે. ગુજરાતમાં કોંગ્રેસનાં સારા પ્રદર્શન અને કર્ણાટકમાં પાર્ટીની સત્તામાં પરત લાવવા માટે મહત્વની ભુમિકા નિભાવનારા પાર્ટી મહાસચિવ અશોક ગહલોત હાલના દિવસોમાં બિહારમાં જ છે. ગહલોત બિહારમાં કોંગ્રેસ પાર્ટીને મજબુત બનાવી રહ્યા છે. ગહલોત પાર્ટીનાં નેતાઓ સાથે મુલાકાત કરીને તેમને ટિપ્સ આપવાનો પ્રયાસ કરી રહ્યા છે. જો કે તેઓ બિહારમાં પાર્ટીની પરિસ્થિતી મુદ્દે ઉદાસ છે.


ગેહલોતની ઉદાસી ત્યારે દેખાઇ હતી જ્યારે તેમણે આરજેડી અને જેડીયુ સાથે ગઠબંધન કરવું પોતાની મજબુરી ગણાવી હતી અને તે અંગે જ્યારે તેમને પુછવામાં આવ્યું તો તેમણે સ્પષ્ટ જણાવ્યું હતું કે ગઠબંધન શા માટે કરવામાં આવે છે તે તમામ જાણે છે. કોંગ્રેસની મજબુરી છે, આ જ પરિસ્થિતી રહી તે પાર્ટી પોતાના પગ પર ઉભી નહી થઇ શકે. જો કે ત્યાર બાદ તેમણે સ્પષ્ટતા કરતા જણાવ્યું હતું કે તેમનું ગઠબંધન આરજેડી સાથે હંમેશા માટે રહેશે.

અશોક ગહલોતે કહ્યું કે, પહેલા કોંગ્રેસ ઘણી મજબુત હતી અને આઝાદી સમયે તેણે ઘણી કુર્બાનીઓ આપી છે. જો કે કોંગ્રેસને ફરીથી મજબુત કરવાનું કામ થઇ રહ્યુંછે. ટુંકમાં જ કોંગ્રેસ મજબુત સ્થિતીમાં જોવા મળશે. અશોક ગહલોતે કોંગ્રેસની જેડીયુ સાથેનુ ગઠબંધન અંગે સ્પષ્ટતા નહી કરતા તેમણે કહ્યું કે યોગ્ય સમયે બધુ જ જાણવા મળશે. તેમણે કહ્યું કે નીતિશ કુમારને એક દિવસ પછતાવો થશે. પરંતુ ત્યારે તેમની પાસે કોઇ રસ્તો નહી હોય.