નવી દિલ્હીઃ નાગરિકતા સંશોધિત કાયદો (CAA)ને લઈને રાજધાની દિલ્હીમાં ભડકેલી હિંસા હવે શાંત થઈ છે. હિંસા પ્રભાવિત વિસ્તારમાં હવે રાહત કાર્ય ચાલી રહ્યું છે અને બીજીવાર જીવન પાટા પર પરત ફરે તેના પ્રયાસો કરવામાં આવી રહ્યાં છે. આ વચ્ચે કોંગ્રેસ નેતાઓનું એક પ્રતિનિધિમંડળ દિલ્હીના હિંસા પ્રભાવિત વિસ્તારના પ્રવાસ પર છે. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી પણ આ પ્રતિનિધિમંડળ સાથે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રાહુલ ગાંધી કોંગ્રેસના નેતાઓ સાથે નોર્થ ઈસ્ટ દિલ્હીના બૃજપુરી વિસ્તારમાં પહોંચ્યા હતા. અહીં તેમણે તે શાળાનો પ્રવાસ કર્યો, જે હિંસા દરમિયાન આગચાંપીનો શિકાર બની હતી. 


શાળાની બહાર આવીને રાહુલ ગાંધીએ મીડિયાને કહ્યું, 'આ શાળા છે. આ હિન્દુસ્તાનનું ભવિષ્ય છે. જેને નફરત અને હિંસાએ સળગાવ્યું છે. તેનાથી કોઈને ફાયદો થયો નથી. હિંસા અને નફરત વિકાસના દુશ્મન છે. હિન્દુસ્તાનને વિભાજીત અને સળગાવવામાં આવી રહ્યો છે, તેનાથી ભારત માતાને કોઈ ફાયદો નથી.'


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


દેશના સમાચાર જાણવા માટે કરો ક્લિક..