ચંડીગઢઃ હરિયાણાના ભૂતપૂર્વ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર સિંહ હુડ્ડાએ પોતાની જ પાર્ટી કોંગ્રેસ પર નિશાન સાધ્યું છે. હુડ્ડાએ જણાવ્યું કે, "કોંગ્રેસ રસ્તો ભુલી ગઈ છે. મારા માટે દેશ પહેલા છે. તેમણે જણાવ્યું કે, સરકાર જ્યારે કંઈક સારું કરે છે તો આપણે તેનું સમર્થન કરીએ છીએ. અમારા સાથીઓએ કલમ-370નો વિરોધ કર્યો છે. આ એ કોંગ્રેસ નથી જે પહેલા હતી. દેશભક્તી અને આત્મસન્માનની વાત હશે ત્યાં હું કોઈ સમાધાન નહીં કરું."


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

હુડ્ડાએ આજે રોહતકમાં પરિવર્તન મહારેલી કરી હતી. રેલીમાં તેમણે હરિયાણાની ખટ્ટર સરકાર પર પ્રહાર કર્યા હતા. તેમણે કહ્યું કે, "હું સવાલ ઉઠાવું છું કે, છેલ્લા 5 વર્ષમાં એવું કયું કામ થયું છે. અમારી સરકાર 10 વર્ષ સુધી રહી હતી. અમે ફેક્ટરીઓ લગાવી, રેલવે લાઈન પાથરી છે, મેટ્રો ચલાવી છે. 2014માં હરિયાણાનું દેવું 60 હજાર કરોડ હતું, જે હવે આગળ વધીને રૂ.1.70 લાખ કરોડ પહોંચી ગયું છે. સરકારે કોઈ કામ કર્યું નથી."


સમગ્ર ઉત્તર ભારતમાં 2 દિવસ ભારે વરસાદનું અલર્ટ, હિમાચલમાં NH-3 સહિત 323 રસ્તા બંધ 


હુડ્ડાએ વધુમાં જણાવ્યું કે, "હરિયાણાના લોકોને શું જોઈએ છે? અહીંના લોકો જનતાની સરકાર ઈચ્છે છે. હું રાજનિતીમાંથી સન્યાસ લેવાનું વિચારી રહ્યો હતો, પરંતુ આ તમારી દશા જોઈને મેં સંઘર્ષ કરવાનો નિર્ણય લીધો છે."


હુડ્ડાએ કહ્યું કે, "મારો પરિવાર ચાર પેઢીઓથી કોંગ્રેસમાં હતો. મેં સંપૂર્ણ મનથી કોંગ્રેસની સેવા કરી છે. જો કેન્દ્ર સરકાર સારું કામ કરે છે તો તેને સમર્થન આપવું જોઈએ. મારી પાર્ટી માર્ગ ભુલી ગઈ છે. દેશભક્તિ અને સ્વાભિમાનનો સવાલ હશે તો હું કોઈ પણ પ્રકારનું સમાધાન નહીં કરું. હરિયાણાની સરકાર 370ના પડછાયામાં પાંચ વર્ષનો હિસાબ આપવાનું ન ભુલે."


જુઓ LIVE TV....


ભારતના વધુ સમાચાર માટે અહીં કરો ક્લિક....