સમગ્ર ઉત્તર ભારતમાં 2 દિવસ ભારે વરસાદનું અલર્ટ, હિમાચલમાં NH-3 સહિત 323 રસ્તા બંધ
દક્ષિણ ભારતમાં વરસાદ અને પૂરના કારણે વિકટ પરિસ્થિતિ છે. અત્યાર સુધી 300થી વધુ લોકોએ જીવ ગુમાવ્યાં છે. આ સાથે જ સમગ્ર ઉત્તર ભારતમાં પણ વરસાદે રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે. સમગ્ર ઉત્તર ભારતમાં આગામી બે દિવસ માટે ભારે વરસાદનું અલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. હવામાન ખાતાના જણાવ્યાં મુજબ આગામી 24થી 48 કલાકમાં દિલ્હી, હરિયાણા, પંજાબ, જમ્મુ અને કાશ્મીર, પૂર્વ મધ્ય પ્રદેશ, હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાં ભારે વરસાદ પડી શકે છે.
Trending Photos
નવી દિલ્હી: દક્ષિણ ભારતમાં વરસાદ અને પૂરના કારણે વિકટ પરિસ્થિતિ છે. અત્યાર સુધી 300થી વધુ લોકોએ જીવ ગુમાવ્યાં છે. આ સાથે જ સમગ્ર ઉત્તર ભારતમાં પણ વરસાદે રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે. સમગ્ર ઉત્તર ભારતમાં આગામી બે દિવસ માટે ભારે વરસાદનું અલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. હવામાન ખાતાના જણાવ્યાં મુજબ આગામી 24થી 48 કલાકમાં દિલ્હી, હરિયાણા, પંજાબ, જમ્મુ અને કાશ્મીર, પૂર્વ મધ્ય પ્રદેશ, હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાં ભારે વરસાદ પડી શકે છે.
હાથણીકૂંડમાંથી 2 લાખ 57 હજાર ક્યૂસેક પાણી છોડાયુ
હરિયાણાના યમુનાનગર હાથણીકૂંડ બેરજમાંથી શનિવારે 2 લાખ 57 હજાર ક્યૂસેક પાણી છોડાયું છે. પહાડી વિસ્તારમાં સતત થઈ રહેલા વરસાદના કરાણે યમુનાનું જળ સ્તર વધી રહ્યું છે. યમુના પાસેના વિસ્તારોમાં રહેતા લોકોને અલર્ટ કરાયા છે. રાજ્યના સિંચાઈ વિભાગે હાઈ ફ્લડ જાહેર કરીને દિલ્હી સિંચાઈ વિભાગને જાણ કરી છે. દિલ્હીમાં આગામી 72 કલાક બાદ યમુનાનું પાણી દસ્તક આપશે. જેના કરાણે દિલ્હીમાં યમુનાની આસપાસના નીચાણવાળા વિસ્તારો પાણીની ચપેટમાં આવી શકે છે. જળસ્તર હાલ 203 મીટર છે જે ખતરાના નિશાનથી માત્ર એક મીટર નીચે છે.
યમુનાનગરમાં યમુના નદી ખતરાના નિશાનથી ઉપર વહી રહી છે. અહીં યમુના નદીનું જળસ્તર 2 લાખ 55 હજાર ક્યુસેક પર પહોંચી ગયું છે.
ભાખરા ડેમના ફ્લડ ગેટ ખુલવાના કારણે પંજાબમાં ડરનો માહોલ
ભાખરાના ફ્લડ ગેડ ખોલવાના કારણે તથા ગઈ કાલે થઈ રહેલા ભારે વરસાદના કારણે આનંદપુર સાહિબના અનેક ગામોમાં પાણી ઘૂસ્યા છે. જેના કારણે લોકો પરેશાની સહન કરી રહ્યાં છે. શાહપુર વેલા, લોધીપુર, નિકુવાલ, ચાંદપુર, ગજપુર જેવા અનેક ગામોમાં પાણી ઘરોમાં ઘૂસી ગયા છે. રસ્તાઓ પર પાણી ભરાઈ ગયા છે. જેના કારણે ગામમાં પ્રવેશવાના રસ્તાઓ બંધ થઈ ગયા છે. સંપર્ક કપાઈ ગયા છે. ખેતરોમાં પાણી ભરાઈ જવાના કારણે પાકને નુકસાન થયું છે. સ્થાનિક લોકોમાં ડર છે કે જો ડેમમાંથી વધુ પાણી છોડવામાં આવ્યું તો મોટી મુશ્કેલી ઉભી થઈ શકે છે.
કેદારધામથી રુદ્રપ્રયાગ સુધી વરસાદનો કેર, મંદાકિની નદીમાં ઘોડાપૂર
કેદારનાથ ધામથી લઈને રુદ્રપ્રયાગ સુધી વરસાદનો કેર ચાલુ છે. કેદારનાથ ધામથી જ મંદાકિની નદીએ વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધુ છે. કેદારનાથ ધામમાં મંદાકિની નદી પર અવરજવર માટે બનાવવામાં આવેલો હંગામી પુલ પણ નદીના તેજ વહેણમાં ધોવાઈ ગયો. જ્યારે રામવાડામાં પગપાળા અવરજવર માટે બનાવવામાં આવેલો પુલ પણ નદીમાં તેજ વહેણના કારણે ક્ષતિગ્રસ્ત થયો છે. કેદારનાથ હાઈવે પણ વરસાદના કારણે બાંસબાડાએ ભીરી, ડોલિયા દેવી, જામુ વગેરે જગ્યાઓ પર ક્ષતિગ્રસ્ત થયો છે. હાઈવે પર ઠેરઠેર મુસાફરો અને સ્થાનિકો ફસાયેલા છે. જે હાઈવે ખુલવાની રોહ જોઈ રહ્યાં છે.
હિમાચલમાં વરસાદનો કેર
હિમાચલ પ્રદેશમાં છેલ્લા બે દિવસથી વરસાદ ચાલુ છે. જેના કરાણે રાજ્યની નદીઓ અને નાળામાં ઘોડાપૂર છે. હિમાચલના અલગ અલગ વિસ્તારોમાં વરસાદના કારણે સ્થિતિ વણસી છે. પૂર અને નદી નાળામાં પાણીનું સ્તર વધવાથી પ્રદેશના 232થી વધુ રસ્તાઓ બંધ છે. મનાલી અને કુલ્લુ વચ્ચે રાષ્ટ્રીય રાજમાર્ગ 3 ભૂસ્ખલન અને ભારે વરસાદના કારણે આંશિક રીતે ક્ષતિગ્રસ્ત થઈ ગયા છે. ભારે વાહનોની અવરજવર બંધ છે. પરંતુ હળવા વાહનો હજુ ચાલે છે.
સતત વરસાદના કારણે બિયાસ નદીમાં ઘોડાપૂર છે જેનાથી કુલ્લુના અખાડા બજારમાં બનાવવામાં આવેલો વેલી બ્રિજ પણ બિયાસ નદીના વહેણ સાથે વહી ગયો. બ્રિજ ધોવાઈ ગયા બાદ પ્રશાસને અહીં અવરજવર સંપૂર્ણ બંધ કરી છે. ટ્રાફિકને લેફ્ટેવેંકથી ડાઈવર્ટ કર્યો છે.
બિયાસ નદી અને પાર્વતી નદીનું જળસ્તર ખુબ વધી ગયુ છે. જેનાથી લારજી અને પંડોહ ડેમમાંથી આજે રાતે 12થી 2 વાગ્યાની વચ્ચે પાણી છોડવામાં આવશે. આ જ કારણે પ્રશાસને નદી કિનારે રહેતા લોકોને અલર્ટ જાહેર કરીને ઘર ખાલી કરવા કહ્યું છે. આ સાથે જ પ્રશાસને સ્થિતિની ગંભીરતા જોતા ઈમજન્સી નંબર 1077 પણ જાહેર કર્યો છે. જેના પર પ્રભાવિત લોકોને સંપર્ક કરવાનું કહેવાયું છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે