ભાજપ સાથે છેડો ફાડતા જ `શોટગન`ના બદલાયા સૂર, કોંગ્રેસ વિશે આપ્યું મોટું નિવેદન
બોલિવૂડ અભિનેતામાંથી રાજનેતા બનેલા શત્રુઘ્ન સિન્હાને એવું લાગે છે કે કોંગ્રેસ ભારતનું રાજનીતિક ભવિષ્ય છે. સિન્હાએ હાલમાં જ ભારતીય જનતા પાર્ટી સાથે છેડો ફાડ્યો અને હવે કોંગ્રેસમાં જોડાઈ રહ્યાં છે.
નવી દિલ્હી: બોલિવૂડ અભિનેતામાંથી રાજનેતા બનેલા શત્રુઘ્ન સિન્હાને એવું લાગે છે કે કોંગ્રેસ ભારતનું રાજનીતિક ભવિષ્ય છે. સિન્હાએ હાલમાં જ ભારતીય જનતા પાર્ટી સાથે છેડો ફાડ્યો અને હવે કોંગ્રેસમાં જોડાઈ રહ્યાં છે. શોટગને કહ્યું કે "રાઝની વાત તો બધા જાણતા હતાં. હાં..મેં સોનિયાજી, રાહુલ અને પ્રિયંકા સાથે હાથ મિલાવ્યો છે. હું હવે કોંગ્રેસનો ભાગ છું"
કેમ? શત્રુઘ્ને કહ્યું કે " કેમ? મેં કોંગ્રેસમાં સામેલ થવાનું શાં માટે પસંદ કર્યું? મેં બહુ સમજી વિચારીને આ નિર્ણય લીધો છે. અને કેમ નહીં? કોંગ્રેસ એ જ પાર્ટી છે જેણે ભારતને આઝાદી અપાવી. તેણે આપણને સરદાર વલ્લભભાઈ પટેલ, પંડિત જવાહરલાલ નહેરુ જેવા રાષ્ટ્રીય નેતા આપ્યા છે. "
વારાણસીથી મોદીને હરાવવા મેદાને પડ્યા ભીમ આર્મી પ્રમુખ, કહ્યું-'ચૂંટણી લડીશ અને જીતી પણ લઈશ'
આ તો ભૂતકાળની વાત હતીં પરંતુ હવે કોંગ્રેસમાં તેવા નેતાઓ ક્યાં છે? તેના જવાબમાં શત્રુઘ્ને કહ્યું કે "આવી જ દલીલ અમે ભાજપ માટે પણ આપી શકીએ છીએ. મેં એલ.કે અડવાણી અને અટલ બિહારી વાજપેયી જેવા મહાન નેતાઓના કારણે ભાજપ સાથે હાથ મિલાવ્યો હતો. નેતૃત્વ તો બદલાય જ છે. આજે કોંગ્રેસ રાહુલ ગાંધીના હાથમાં છે."
રાહુલને થોડા દિવસ પહેલા સુધી ખુબ ખરાબ રીતે ટ્રોલ કરવામાં આવતા હતાં?
બિહારથી સાંસદ તરીકે ચૂંટાયેલા સિન્હાએ કહ્યું કે "પરંતુ રાહુલ છેલ્લા એક વર્ષમાં ઘણા પરિપકવ થયા છે. તેમની હવે મજાક ઉડાવી શકાય નહીં. પ્રિયંકાએ પણ રાહુલ સાથે હાથ મિલાવ્યાં છે. આપણે તેમને તક આપવી જોઈએ. મારી સાથે તેમણે જ્યારે વાત કરી ત્યારે મને આનંદ થયો અને કહ્યું કે પાર્ટીમાં મારું સ્વાગત કરવા પર તેઓ ખુબ ખુશ છે."
આખરે તમે તે કરી જ દીધુ, જે અંગે અમે ઘણા લાંબા સમયથી સાંભળતા આવતા હતાં? શત્રુઘ્ને હસતાં હસતાં કહ્યું કે "જેટલું વધુ તેટલું સારું. મને લાગે છે કે કોંગ્રેસ ભારતનું રાજનીતિક ભવિષ્ય છે. તેણે ભારતને તે મુશ્કેલીભર્યા સમયમાંથી પસાર થતા જોયો છે. હવે સમય આવી ગયો છે કે તેમને એક તક મળે."
જુઓ LIVE TV