નવી દિલ્હીઃ કોંગ્રેસ પાર્ટીના અંતરિમ અધ્યક્ષ સોનિયા ગાંધીના આવાસ 10 જનપથનું ભાડુ ઘણા વર્ષોથી ચુકવવામાં આવ્યું નથી. આ સિવાય કોંગ્રેસે પોતાની ઓફિસ સહિત અન્ય બિલ્ડિંગોનું ભાડુ પણ ચુકવ્યું નથી. તેનો ખુલાસો એક આરટીઆઈમાં થયો છે. આ વચ્ચે ભાજપે સોનિયા ગાંધીના આવાસ અને અન્ય બિલ્ડિંગોના બાકી ભાડુ ચુકવવા માટે ફંડ ભેગું કરવાનો નિર્ણય કર્યો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કોંગ્રેસ નેતાઓએ ચુકવ્યું નથી ભાડુ
કેન્દ્રીય શહેરી વિકાસ તથા આવાસ મંત્રાલયે આરટીઆઈ કાર્યકર્તા સુજિત પટેલની અરજીના જવાબમાં કહ્યું કે, કોંગ્રેસના ઘણા નેતા સરકારી બિલ્ડિંગોનું ભાડુ ચુકવી રહ્યાં નથી. કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીના આવાસ 10 જનપથ, 24 અકબર રોડ સ્થિત- કોંગ્રેસ કાર્યાલય અને ચાણક્યપુરીમાં સોનિયા ગાંધીના અંગત સચિવના આવાસનું ભાડુ લાંબા સમયથી ચુકવવામાં આવ્યું નથી. આ બંગલાનું લાખો રૂપિયાનું ભાડુ બાકી છે. 


પહેલાં માત્ર એક પરિવારને ફાયદો મળતો હતો, વિકાસ માટે 25 વર્ષનો રોડમેપ જરૂરીઃ નાણામંત્રી નિર્મલા સીતારમણ


હાલ આ મામલો સામે આવ્યા બાદ ભાજપે ફંડ ભેગુ કરીને બાકી ચુકવણીનું અભિયાન શરૂ કર્યું છે. ભાજપ નેતા તેજિંદર પાલ સિંહ બગ્ગાએ કહ્યુ કે, જ્યારે ભાડા બરાબર રકમ ભેગી થઈ જશે તો સોનિયા ગાંધીને મોકલવામાં આવશે. આ અભિયાનની શરૂઆત તેજિંદર બગ્ગાએ બુધવારે સોશિયલ મીડિયા પર કરી છે. બગ્ગાએ કહ્યુ કે, રાજકીય મતભેદો છોડીને હું એક વ્યક્તિના રૂપમાં મદદ કરવા ઈચ્છુ છું. મેં એક અભિયાન શરૂ કર્યુ અને સોનિયા ગાંધીના ખાતામાં 10 રૂપિયા મોકલ્યા. 


તો ભાજપના સોશિયલ મીડિયા પ્રમુખ અમિત માલવીયે આ મામલા પર ટ્વીટ કરીને કહ્યુ કે, કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી પ્રવાસી મજૂરો માટે ટિકિટ કાપવી જરૂરી સમજે છે, પરંતુ પોતાના આવાસના બાકીની ચુકવણી કરવી જરૂરી નથી. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube