પહેલાં માત્ર એક પરિવારને ફાયદો મળતો હતો, વિકાસ માટે 25 વર્ષનો રોડમેપ જરૂરીઃ નાણામંત્રી નિર્મલા સીતારમણ
Nirmala Sitharaman In Rajya Sabha: નાણામંત્રી નિર્મલા સીતારમણે કહ્યું કે સરકારનો ભાર આર્થિક વિકાસ પર છે. ઇકોનોમી કોરોનાની અસરથી બહાર નિકળી રહી છે. ડ્રોન તકનીકથી કિસાનોને મોટી મદદ મળશે.
Trending Photos
નવી દિલ્હીઃ નાણામંત્રી નિર્મલા સીતારમણે શુક્રવારે રાજ્યસભામાં બજેટ પર થયેલી ચર્ચાને લઈને જવાબ આપ્યો છે. નાણામંત્રીએ કહ્યું કે, સરકારનો ભાર આર્થિક વિકાસ પર છે. ઇકોનોમી કોરોનાની અસરથી બહાર નિકળી રહી છે. ડ્રોન તકનીકથી કિસાનોને મોટી મદદ મળશે. અમે માળખાગત નિર્માણ પર વધુ ભાર આપી રહ્યાં છીએ. હાલ રોકાણનો સંપૂર્ણ ફાયદો મળી રહ્યો નથી.
નાણામંત્રીએ કહ્યું કે પહેલાં માત્ર એક પરિવારને ફાયદો મળતો હતો. હવે સ્ટાર્ટઅપથી યુવાઓ માટે રોજગારની નવી તકો છે. બજેટ ચર્ચા પર રાજ્યસભામાં નાણામંત્રીએ કહ્યું, આ બજેટમાં તકનીકને પ્રાથમિકતા આપવામાં આવી છે, તેનું એક ઉદાહરણ કૃષિમાં સુધાર કરી અને તેને મોડર્ન બનાવવા માટે ડ્રોનને લાવવાનું છે. સ્ટાર્ટઅપને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે. આપણે જોયું કે દેશમાં મજબૂતીની સાથે સ્ટાર્ટઅપ આવી રહ્યાં છે, આવું વિશ્વમાં ક્યાંય થયું નથી.
નાણામંત્રીએ કહ્યું કે પીએમ ગતિ શક્તિથી માર્ગદર્શન મળે છે. ફરજીયાત રૂપથી અમારે વધુ તાલમેલ લાવવાની જરૂર હતી. અમે વિવિધ ઈન્ફ્રાસ્ટ્રક્ચર ખર્ચને વધુને વધુ પૂરક બનાવી રહ્યા છીએ કારણ કે આનો અર્થ એ નથી કે આ દેશમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચર ખર્ચ ક્યારેય થયો નથી.
નાણામંત્રીએ કહ્યું કે, "ડ્રોન લાવીને, અમે ખાતરો, જંતુનાશકોના ઉપયોગમાં કાર્યક્ષમતા લાવવા સક્ષમ છીએ અને પાકની ઘનતાનું સારી તકનીક આધારિત આકારણી પણ કરી શકીએ છીએ અને ઉત્પાદનના કદની આગાહી પણ કરી શકીએ છીએ,"
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે