નવી દિલ્હી: દિલ્હી હિંસા પર કોંગ્રેસના નેતા સોનિયા ગાંધીએ કહ્યું કે દિલ્હીમાં જે હિંસા ફેલાઈ તે સમજી વિચારીને ઘડેલા ષડયંત્રનું પરિણામ છે. ભાજપના નેતાઓએ ભડકાઉ ભાષણ આપ્યાં. ભાજપે નફરત અને ડરનો માહોલ બનાવ્યો. સરકારે ત્રણ દિવસ સુધી કશું કર્યું નહીં. હાલાત બગડ્યા તો સેનાને કેમ ન બોલાવી? દિલ્હીમાં હિંસા માટે ગૃહ મંત્રાલય જવાબદાર છે. આથી ગૃહ મંત્રી અમિત શાહ રાજીનામું આપી દે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સોનિયા ગાંધીએ કહ્યું કે દિલ્હી ચૂંટણી દરમિયાન પણ આ પ્રકારના કાવતરા જોવા મળ્યાં હતાં. તે સમયે પણ ભાજપના અનેક નેતાઓએ ભડકાઉ ભાષણ આપ્યા હતાં. દિલ્હી પોલીસ છેલ્લા 72 કલાકથી હાથ પર હાથ રાખીને બેઠી છે. ઉત્તર પૂર્વ દિલ્હીમાં અવિરત હિંસા ચાલુ છે. હેડ કોન્સ્ટેબલ સહિત 18 લોકોના મોત થયા છે. સેંકડો ઘાયલ છે. અનેક લોકોને ગોળી વાગી છે. 


જુઓ LIVE TV


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


દેશના સમાચાર જાણવા માટે કરો ક્લિક...