નવી દિલ્હીઃ નેશનલ હેરાલ્ડ કેસ સાથે જોડાયેલા મની લોન્ડ્રિંગ કેસમાં કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીની આજની પૂછપરછ પૂર્ણ થઈ ગઈ છે. એન્ફોર્સમેન્ટ ડિરોક્ટરેટે આજે સોનિયા ગાંધીની આશરે છ કલાક પૂછપરછ કરી. સૂત્રો પ્રમાણે ઈડીએ શનિવારે ફરી સોનિયા ગાંધીને પૂછપરછ માટે બોલાવ્યા છે. ઈડીએ બે વખતની પૂછપરછમાં સોનિયા ગાંધીને આશરે 55 જેટલા સવાલો પૂછ્યા છે. સૂત્ર તરફથી આ માહિતી મળી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પહેલા કોંગ્રેસના અંતરિમ અધ્યક્ષ સોનિયા ગાંધી સવારે 11 કલાકે પોતાના પુત્ર રાહુલ ગાંધી અને પુત્રી પ્રિયંકા ગાંધી વાડ્રાની સાથે તપાસ એજન્સી એન્ફોર્સમેન્ટ ડિરોક્ટરેટના કાર્યાલય પહોંચ્યા હતા. થોડા સમય બાદ ઈડીના અધિકારીઓએ સોનિયા ગાંધીની પૂછપરછ શરૂ કરી, તો રાહુલ ગાંધીએ સરકાર પર નિશાન સાધતા પાર્ટી નેતાઓ સાથે સંસદથી રાષ્ટ્રપતિ ભવન સુધી માર્ચનું નેતૃત્વ કર્યું. 


બે રાઉન્ડમાં છ કલાક પૂછપરછ
ઈડીના અધિકારીઓએ સોનિયા ગાંધીની બે રાઉન્ડમાં આશરે 6 કલાક સુધી પૂછપરછ કરી, સોનિયા ગાંધીને ઈડીએ ફરી બુધવારે હાજર થવા માટે સમન્સ પાઠવ્યું છે. નોંધનીય છે કે નેસનલ હેરાલ્ડ મની લોન્ડ્રિંગ કેસમાં ઈડી સોનિયા ગાંધીની પૂછપરછ કરી રહી છે. આ પહેલા રાહુલ ગાંધીની પણ ઈડી અધિકારી પૂછપરછ કરી ચુક્યા છે. 


ઈતિહાસનું પુનરાવર્તન થઈ રહ્યું છે... ઈન્દિરા-રાહુલની તસવીર શેર કરી કોંગ્રેસે સરકાર પર કર્યો હુમલો  


બીજા રૂમમાં બેઠા હતા પ્રિયંકા ગાંધી
સૂત્રોએ કહ્યું કે પ્રિયંકા ગાંધી પોતાના 75 વર્ષીય માતા સોનિયા ગાંધી માટે દવાઓ સાથે ઈડી કાર્યાલયના બીજા રૂમમાં બેઠા હતા. તેમને (સોનિયા ગાંધી) ને સ્વાસ્થ્ય સહાયતાની જરૂરીયાત હોય તો ઈમરજન્સી તરીકે પ્રિયંકા ગાંધીને કાર્યાલયમાં રહેવાની મંજૂરી આપવામાં આવી હતી. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube