નવી દિલ્હી: મહારાષ્ટ્રમાં ચાલી રહેલા રાજકીય ઘમાસાણમાં જબરદસ્ત વળાંક જોવા મળી રહ્યો છે. આજે કોંગ્રેસ વર્કિંગ કમિટીની બેઠક દિલ્હીમાં થઈ. જેમાં મહત્વના નિર્ણયો લેવાયા હોવાનું જાણવા મળ્યું છે. સૂત્રોના હવાલે ખબર પડી છે કે કોંગ્રેસે મહારાષ્ટ્રમાં ગઠબંધન સરકાર બનાવવા માટે એનસીપી અને શિવસેના સામે 3 શરતો મૂકી છે. સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે કે કોંગ્રેસ ઈચ્છે છે કે ઠાકરે પરિવારમાંથી કોઈ મુખ્યમંત્રી ન હોય. આ સાથે જ કોંગ્રેસે પહેલી શરત એ મૂકી છે કે એક કોમન મિનિમમ પ્રોગ્રામ બનાવવામાં આવે. બીજી શરત એ છે કે ત્રણેય પાર્ટીઓ વચ્ચે એક સમન્વય સમિતિ બને. આ ઉપરાંત કોંગ્રેસે ત્રીજી જે શરત મૂકી છે તે મુજબ ગઠબંધન સરકારમાં 4 વિધાયકો પર 1 મંત્રી બનાવવામાં આવે તથા સ્પીકર પદ કોંગ્રેસ પાર્ટીને મળે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કોંગ્રેસ નેતાઓની મુંબઈ દોટ
 મહારાષ્ટ્રમાં મચેલા રાજકીય ઘમાસાણમાં નવો વળાંક આવ્યો છે જે હવે આ સત્તાની ખેંચતાણ પર પૂર્ણ વિરામ મૂકી શકે તેમ છે. એનસીપીને સરકાર બનાવવા માટે રાજ્યપાલે આમંત્રણ આપ્યા બાદ કોંગ્રેસના નેતાઓનું એક પ્રતિનિધિ મંડળ આજે મુંબઈ જવાનું છે અને એનસીપી પ્રમુખ શરદ પવારને મળશે. કોંગ્રેસના નેતા કે સી વેણુગોપાલે આ અંગે ટ્વીટ કરીને જાણકારી આપી. એવા પણ અહેવાલ છે કે કોંગ્રેસના અધ્યક્ષ સોનિયા ગાંધીએ શરદ પવાર સાથે ફોન પર વાત કરી છે. 


કોંગ્રેસના નેતા  કે સી વેણુગોપાલે ટ્વીટ કરીને કહ્યું કે "આજે સવારે કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીજીએ શરદ પવાર સાથે વાત કરી છે. હું, અહેમદ પટેલ અને મલ્લિકાર્જૂન  ખડગે શરદ પવાર સાથે આગળ વાતચીત માટે મુંબઈ જઈશું." 


જુઓ LIVE TV


દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાવો : facebook | twitter | youtube