કોંગ્રેસના દિગ્ગજ નેતાએ અચાનક PM મોદીના વખાણ કરીને બધાને ચોંકાવી દીધા, જાણો શું છે મામલો
કોંગ્રેસ ભલે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની કાર્યપ્રણાલીની ટીકા કરે પરંતુ તેમના જ કેટલાક નેતાઓને હવે સાચા ખોટામાં અંતર સમજાવવા લાગ્યું છે.
નવી દિલ્હી: કોંગ્રેસ ભલે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (PM Narendra Modi) ની કાર્યપ્રણાલીની ટીકા કરે પરંતુ તેમના જ કેટલાક નેતાઓને હવે સાચા ખોટામાં અંતર સમજાવવા લાગ્યું છે. પાર્ટીના દિગ્ગજ નેતા ગણાતા આનંદ શર્મા (Anand Sharma) એ કોરોના વેક્સીન (Corona Vaccine) બનાવી રહેલી કંપનીઓની મુલાકાત બદલ પીએમ નરેન્દ્ર મોદીના વખાણ કર્યા છે. આ સાથે જ તેમણે કહ્યું કે તેનાથી કોરોના યોદ્ધાઓનું મનોબળ વધશે.
દરેક માતા પિતા સાવધાન...બાળકો જો લિફ્ટનો ઉપયોગ કરતા હોય તો ખાસ જુઓ VIDEO
કોંગ્રેસએ ઉઠાવ્યા હતા સવાલ
આનંદ શર્માએ રવિવારે કહ્યું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો આ પ્રવાસ ભારતીય વૈજ્ઞાનિકો માટે ઉત્સાહવર્ધક હતો અને આગલી હરોળના કોરોના યોદ્ધાઓ તેનાથી પ્રોત્સાહિત થશે. તેમણે કહ્યું કે પ્રધાનમંત્રીનો પ્રવાસ ભારતીય વૈજ્ઞાનિકો અને કોવિડ-19 માટે રસી બનાવવા માટેના તેમના કામની ઓળખ છે. શર્માનું આ નિવેદન એટલા માટે પણ ચોંકાવનારું છે કારણ કે પાર્ટી પ્રધાનમંત્રીના પ્રવાસ પર સવાલ ઉઠાવી ચૂકી છે.
રસીની સાઇડ ઇફેક્ટ્સનો દાવો કરનાર પર સીરમ ઇંસ્ટીટ્યૂટે આપી 100 કરોડના વળતરની ધમકી
સોનિયા ગાંધીને લખ્યો હતો પત્ર
અત્રે જણાવવાનું કે આનંદ શર્મા પાર્ટીના પ્રવક્તા છે અને કોંગ્રેસના એ 23 નેતાઓના સમૂહમાં સામેલ છે જેમણે પાર્ટી પ્રમુખ સોનિયા ગાંધીને પત્ર લખીને સંગઠનમાં મોટા પાયે ફેરફાર કરવાની માગણી કરી હતી. આ અગાઉ કોંગ્રેસના મુખ્ય પ્રવક્તા રણદીપ સુરજેવાલાએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના પ્રવાસ પર સવાલ ઉઠાવ્યા હતા. હવે શર્માએ પીએમ મોદીના વખાણ કરીને સ્પષ્ટ કરી દીધુ છે કે આ મામલે તેમનું સ્ટેન્ડ પાર્ટી કરતા બિલકુલ અલગ છે.
નોંધનીય છે કે પીએમ નરેન્દ્ર મોદીએ શનિવારે અમદાવાદ, હૈદરાબાદ અને પુણેની મુલાકાત લઈને કોરોના વાયરસની રસીના વિકાસ અને નિર્માણ પ્રક્રિયાની સમીક્ષા કરી હતી.
કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube